અરજદારોએ તા.૨૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે
જામનગર તા.૨૧ જાન્યુઆરી, વર્ષ ૨૦૨૫ના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે જામનગર જિલ્લાના ઉમેદવારો પાસેથી જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા અરજીઓ મગાવવામાં આવી છે. ઉમેદવારોએ અરજી બે નકલમાં ૨૭મી ફેબ્રુઆરી સુધીમાં મળી જાય તે રીતે ટપાલ અથવા રૂબરૂ રોજગાર કચેરીને મોકલી આપવાની રહેશે.
આ પારિતોષિક ત્રણ શ્રેણીમાં અપાશે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વ રોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનારા શ્રેષ્ઠ નોકરીદાતા (૩) દિવ્યાંગ વ્યક્તિઓના પ્લેસમેન્ટનું કામ કરતા ઓફિસર્સ.
અરજીનો નમૂનો ખાતાની વેબસાઇટ anubandham.gujarat.gov.in/NOTICEBOARD પરથી અથવા જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતેથી વિનામૂલ્યે મળી શકશે.
દિવ્યાંગ પરિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાયઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે) મોકલી આપવા જામનગર જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.