રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આજથી વલસાડ-ધરમપુર પંથકમાંથી અથાણા માટેની સ્પેશ્યલ રાજાપુરી કેરીની આવક શરૂ થઇ છે, નવી આવકના પ્રારંભે હરરાજીમાં પ્રતિ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૪૫થી ૬૦ સુધી રહ્યો હતો. અથાણાની ઉનાળુ સીઝનમાં રાજાપુરી કેરીની ભારે ડિમાન્ડ રહેતા આવક જેટલી જ લેવાલીને કારણે રોજે રોજની આવકનો રોજેરોજ નિકાલ થઇ જાય છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલ અથાણાની સીઝનના પ્રારંભે વલસાડ અને ધરમપુરથી રાજાપુરી કેરીની આવક શરૂ થઇ છે. ચાલુ સીઝનમાં યાર્ડમાં સૌપ્રથમ ગ્રીન સલાડ માટે વપરાશમાં લેવાતી તોતા કેરીની આવક શરૂ થઇ હતી જેનો હાલ પ્રતિ કિલોનો ભાવ રૂ.૩૦થી ૩૨ છે. ગીરની કેસર કેરીનો ભાવ પ્રતિ કિલોના રૂ.૨૫થી ૩૫ છે. જ્યારે અથાના માટેની સ્પેશ્યલ રાજાપુરી કેરીનો ભાવ રૂ.૪૫થી ૬૦ સુધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજાપુરી કેરીની આવક હવે ઉત્તરોતર વધશે અને જેમ આવક વધશે તેમ ભાવ ઘટશે.
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસા તેમજ શિયાળામાં શાકભાજીનું પુષ્કળ વાવેતર અને મબલખ ઉત્પાદન થયું હોય રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક અને ભાવ બન્ને ધોમ ધખતા ઉનાળાની ઋતુમાં પણ જળવાય રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech