વેપારીની છ લાખની છ કિલો ચાંદી કારીગર ઓળવી ગયો

  • June 09, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આશાપુરા ચોક પાસે દુકાન ધરાવનાર વેપારીનું છ કિલો ચાંદી ગુંદાવાડીમાં રહેતો કારીગર ઓળવી ગયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ આઇકોન પ્લેટિનિયમમાં રહેતા સોની વેપારી તેજસ સુરેશભાઈ રાણપરા (ઉ.વ 27) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાવાડીમાં ગિરિરાજ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા નલિન અમરશીભાઇ પાટડીયાનું નામ આપ્યું છે.

તેજસભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને આશાપુરા મેઈન રોડ પર આશાપુરા ચોક પાસે શ્રીજી સિલ્વર નામની દુકાન આવેલી છે. અહીં ભગવાનની મૂર્તિના વાઘા કરવા માટેનો ઓર્ડર તારીખ 15/1/2025 ના રોજ મળ્યો હતો. જેમાં કુલ 4893.5 ગ્રામ ચાંદી આપેલું હતું. જેમાં મજૂરી રૂપિયા 27 નક્કી કરી હતી. તેમજ સ્વામિનારાયણ ભગવાનની આરસની મૂર્તિ પણ આપી હતી. જે કામ માટે તારીખ 15/1/2025 ના ચાંદીના ઘરેણા બનાવવાનું કામ કરતા નલીનભાઈ અમરશી પાટડીયાને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ તથા 4893. 500 ગ્રામ ચાંદી સાથે એક મહિનામાં પૂરું કરવા માટે ઓફિસે બોલાવી કામ આપ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપીને જ આ કામ આપ્યા બાદ લાંબો સમય થયો છતાં આજદિન સુધી ફરિયાદી આપેલું ભાઈ ફાઇન ચાંદી 6020.310 ગ્રામ જેની કિંમત રૂપિયા 6 લાખ છે તે તથા ભગવાનની મૂર્તિ પરત આપી ન હતી. આ બાબતે માંગણી કરતા તે વાયદાઓ આપી રાખતો હતો. દરમિયાન થોડા સમય પૂર્વે મૂર્તિ આપી ગયો હતો પરંતુ ચાંદી પરત આપ્યું ન હતું.

આરોપી નલિન પાટડીયા ફરિયાદી પાસેથી સ્વામિનારાયણ ભગવાનની આરસની મૂર્તિ વાઘા બનાવવા માટે આપેલ 4893.5 ગ્રામ ફાઈન ચાંદી તથા અગાઉ કામ કરવા માટે આપેલ ફાઈન ચાંદી 1126.810 ગ્રામ કે જે મજૂરીમાં વળાવવાના હતા તે મળી કુલ રૂપિયા 6020.310 ગ્રામ ફાઈન ચાંદી આજદિન સુધી વાઘા બનાવી આપેલ ન હોય અને ચાંદી પણ પરત આપી ન હોય અને આ ચાંદી તેણે બીજા કામમાં વાપરી નાખી ફરિયાદીના 6 લાખનું ચાંદી ઓળવી ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News