ગુજરાતમાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બહેરામપુરના ટીએમસી લોકસભા સાંસદ યુસુફ પઠાણને નોટિસ પાઠવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ પ્લોટ પર કથિત અતિક્રમણને લઈને આ નોટિસ જારી કરી છે.
આ બાબતે શહેરના નિયમોનું કહેવું છે કે આ પ્લોટ શહેરની માલિકીના છે. VMCએ 6 જૂને નોટિસ આપી હતી પરંતુ ગુરુવારે (13 જૂન) તેમણે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આ બાબતે વિજય પવારે જણાવ્યું હતું કે મને યુસુફ પઠાણ સાથે કોઈ વાંધો નથી પરંતુ વીએમસી ટીપી 22 હેઠળના તાંદલજા વિસ્તારમાં રહેણાંક પ્લોટની માલિકી ધરાવે છે. યુસુફ પઠાણે 2012માં આ પ્લોટની માંગણી કરી હતી કારણકે આ પ્લોટ તેના ઘરની બાજુમાં આવેલો છે અને તેની પાસે રહેઠાણનો પ્લોટ હતો. તેને ખરીદવા માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 57,000ની ઓફર કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ VMCએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તે જનરલ બોર્ડની બેઠકમાં પણ પસાર થઈ હતી પરંતુ આવી બાબતમાં રાજ્ય સરકાર પાસે અંતિમ સત્તા છે અને તેની તરફથી કોઈ મંજૂરી મળી ન હતી. જેના કારણે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. જો કે VMCએ તે સમયે પ્લોટને ઘેરી લીધો ન હતો.
તેણે કહ્યું મને હવે ખબર પડી છે કે યુસુફ પઠાણે પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવીને અતિક્રમણ કર્યું છે. આ કારણોસર મેં મહાનગરપાલિકાને તપાસ કરવા જણાવ્યું છે.
આ અંગે VMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે અમે નોટિસ પાઠવી છે. અમે થોડો સમય રાહ જોઈશું અને પછી પગલાં લઈશું. આ જમીન VMCની છે અને અમે તેને પાછી લઈશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech