પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ વિધાર્થીનીઓ પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સિંધના મીરપુર સક્રોમાં આવેલી એક સરકારી હાઇસ્કૂલમાં કેટલીક હિન્દુ વિધાર્થીનીઓના માતા–પિતાએ અહેવાલ આપ્યો છે કે શાળાના મુખ્ય શિક્ષિકાએ કથિત રીતે તેમને અભ્યાસ ચાલુ રાખવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું કહ્યું છે. આનાથી લોકોમાં રોષ ફેલાયો છે.
વાલીઓનો આરોપ છે કે વિધાર્થીનીઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમનો આરોપ છે કે વિધાર્થીનીઓને કલમાનો પાઠ કરવાનો ઇનકાર કરવા બદલ ઘરે મોકલી દેવામાં આવી હતી. સરકારે તપાસનો આદેશ આપ્યો છે. ધાર્મિક બાબતોના રાયમંત્રીએ ગુવારે સેનેટને જણાવ્યું હતું કે પ્રાંતીય શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
સિંધ શિક્ષણ મંત્રી સૈયદ સરદાર અલી શાહના પ્રવકતાએ પુષ્ટ્રિ આપી છે કે મીરપુર સક્રોની મુલાકાત લેવા અને સત્ય નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિના સભ્યોએ અસરગ્રસ્ત વિધાર્થીઓ, માતાપિતા, મુખ્ય શિક્ષિકા અને અન્ય શિક્ષકોના નિવેદનો નોંધી લીધા છે. તેમણે ઉમેયુ કે કોઈને પણ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાની કે ધમકી આપવાની મંજૂરી નથી. સિંધ પ્રાંતમાં સૌથી વધુ હિન્દુ વસ્તી છે, જેમાંથી મોટાભાગની ઓછી આવક ધરાવતા જૂથોમાંથી છે.
ધાર્મિક બાબતોના રાય મંત્રી, ખીસો માલ ખૈલ દાસે પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શાળાની વિધાર્થિનીઓ પર થતા અત્યાચાર અંગે એક નિવેદન જારી કયુ છે. તેમણે ગુવારે સંસદના ઉપલા ગૃહ, સેનેટને માહિતી આપી હતી કે પ્રાંતીય શિક્ષણ મંત્રીએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે