રાજકોટમાં કોલેજીયન યુવતીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીના મંગેતરને આ આઇડી પરથી મેસેજ કરી તેમજ તેના અન્ય સંબંધીને પણ મેસેજ કરી સગાઇ તોડવવાની કોશિશ કરી હતી.જેથી આ મામલે યુવતીએ ફરિયાદ નોંધવતા પોલીસ તપાસમાં આ ફેક આઇડી બનાવનાર સુરેન્દ્રનગરના સોમસરનો શખસ હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગરના સોમસરમાં રહેતા યોગરાજ માનશીભાઇ ખાચરનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇ.ટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,છ માસ પૂર્વે તેની સગાઇ થઇ હતી.ગઇ તા.૧૫/૧૨ ના રોજ તેના સાસુએ તેની માતાને ફોન કરી જણાવ્યું હતું કે, અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તમારા દીકરીના નામે મારા દીકરાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ આવ્યો હતો જેમાં આ તો પરિવારની ખુશી માટે તમારી સાથે સગાઇ કરી લીધી બાકી એ આગળ જઇને પણ મારી સાથે કોન્ટેકટમાં રહેશે. તેમ લખ્યું હતું.ત્યાર બાદ તે એકાઉન્ટમાં તેના માસીયાઇ ભાઇ,મામાના દીકરાના ઇન્સ્ટા.એકાઉન્ટમાં પણ મેસેજ અને યુવતીના ફોટ મોકલવામાં આવ્યા હોય જેથી તેણે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં ફરિયાદ અરજી કરી હતી.
આ મામલે પોલીસે તપાસ કરતા આ ફેક આઇડી આરોપી યોજરાજ ખાચરનું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ શખસે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીના સંબંધીઓને ફોટો મોકલી તેને બદનામ કરી તેની સગાઇ તોડી નાખવવા પ્રયાસ કર્યો હોય પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech