પોરબંદર નજીકના ભેટકડી ગામે શ્રીમદ્ ભાગત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન શ્રી પઠ્ઠાપીર બાપાના મંદિરે કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરવા ઉમટી પડે છે.
શ્રી સમસ્ત ભેટકડીગામ પરિવાર તથા શ્રી પઠ્ઠાપીર મંદિર સમિતિ દ્વારા તા. ૯-૪ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાઇ રહ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી રાજેન્દ્રભાઇ રમણીકલાલ જોષી જ્ઞાન સુધારસનું અમૃતપાન કરાવી રહ્યા છે.
દિવ્ય ઉત્સવો
ભાગવત ભગીરથી સાથે યોજાનારા દિવ્ય ઉત્સવોમાં દેશશુધ્ધિ અને ગણેશ વિષ્ણુ પૂજન, પોથીનું સામૈયુ, કપિલ અવતાર, નૃસિંહ અવતાર યોજાયા બાદ તથા આજે સાંજે વામન અવતાર યોજાશે તો આવતી કાલે રવિવારે રામઅવતાર અને બપોરે ૩-૩૦ કલાકે, કૃષ્ણ અવતાર થશે. ગોવર્ધન લીલા તા. ૭-૪-૨૦૨૫ સોમવારે સાંજે પ કલાકે, ક્ષ્મણી વિવાહ તા. ૮-૪-૨૦૨૫ મંગળવારે સવારે ૧૧ કલાકે, પૂર્ણાહુતિ તા. ૯-૪-૨૦૨૫, બુધવારે સાંજે ૪:૩૦ કલાકે યોજાશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જીત કેશવાલા, રમેશ ઓડેદરા, રામ ઓડેદરા, પ્રતાપ રાણાવાયા, અને સાજણ ગઢવી દ્વારા ભવ્ય દાંડીયારાસનું આયોજન થયુ હતુ. તો આજે શનિવારે રાત્રે ૯ વાગ્યે ઉપલેટાવાળા દેવરાજ ગઢવી અને રામભાઇ સીસોદીયા દ્વારા લોકડાયરો યોજાશે, તા. ૭-૪-૨૦૨૫ સોમવારે રાત્રે ૯ વાગ્યે મીલન મહેર, રમેશ ઓડેદરા, ભીખુ ઓડેદરા, સહદેવ કેશવાલા દ્વારા ભવ્ય દાંડીયારાસનું આયોજન થયુ છે. આવતીકાલે તા. ૬-૪-૨૦૨૫, રવિવારે રાત્રે ૯ વાગ્યે રામદાસ ગોંડલીયા, મનહરદાન ગઢવી દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તા. ૯-૪-૨૦૨૫, બુધવારે રાત્રે ૯ વાગ્યે ભીમભાઇ આદિત્યાણાવાળાની મંડળી દ્વારા કાન ગોપી રાસનું આયોજન થયુ છે. શ્રી પઠ્ઠાપીર બાપા મંદિર સમિતિ સહિત ભેટકડી સમસ્ત ગ્રામજનોએ આ ધર્મોત્સવ અને અવિરત મહાપ્રસાદીનો લાભ લેવા માટે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.
ધારાસભ્યએ આપી હાજરી
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા અને અન્ય અનેકઅગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કરી ધન્ય બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech