BREAKING NEWS

ઓસ્ટ્રેલિયા વિદેશી વિધાર્થીઓના વિઝા નિયમોમાં મોટા ફેરફાર કરવાની વેતરણમાં

  • September 17, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયા વિદેશી વિધાર્થીઓ માટે વિઝા નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોટર્સ અનુસાર, અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવતા વિદેશી વિધાર્થીઓને તેમના પતિ, પત્ની, પાર્ટનર અને બાળકોને પોતાની સાથે લાવવાની મંજૂરી નહીં મળે તેવી શકયતા છે. આ ઉપરાંત, વિઝા બદલવાના નિયમો પણ વધુ કડક કરવામાં આવી શકે છે. દેશમાં વધી રહેલા માઈગ્રેશનને કાબૂમાં લેવાના પ્રયાસપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ટોની બર્ક ટૂંક સમયમાં જ ઇમિગ્રેશન અંગે એક મોટું ભાષણ આપવાના છે, અને એવું માનવામાં આવે છે કે તે જ દરમિયાન સરકાર આ નવા નિયમોની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટરના જણાવ્યા અનુસાર, સરકાર વર્ષ ૨૦૨૮ સુધીમાં નેટ માઈગ્રેશન ઘટાડીને ૨ લાખ ૨૫ હજાર કરવાનો લયાંક રાખી શકે છે, જે હાલમાં આંકડો આશરે ૩ લાખની આસપાસ છે.વર્તમાન નિયમો હેઠળ, વિદેશી વિધાર્થીઓ તેમના પતિ–પત્ની કે પાર્ટનરને ઓસ્ટ્રેલિયા લાવી શકે છે અને સાથે આવનાર પાર્ટનરને ત્યાં કામ કરવાની પણ પરવાનગી મળે છે, જોકે આ માટે કોર્સ સંબંધિત કેટલીક શતો લાગુ પડે છે. આ ઉપરાંત, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના આશ્રિત બાળકોને પણ સ્ટુડન્ટ વિઝા ધારક સાથે ઓસ્ટ્રેલિયા આવવાની છૂટ છે. જો પ્રસ્તાવિત નવા ફેરફારો અમલમાં આવશે, તો વિધાર્થીઓ માટે પરિવારને સાથે લાવવાનો આ રસ્તો બધં થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application