પોરબંદરની ગોઢાણીયા કોલેજના બી.કોમ કો-એજ્યુકેશન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા "નવા ઇન્કમટેક્સના કાયદા વિશે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની ડો.વી.આર.ગોઢાણિયા કોલેજ ખાતે બપોરના સમયે ચાલતા બી.કોમ કો-એજ્યુકેશન વિભાગના વિદ્યાર્થીઓએ ભારતમાં આગામી સમયમાં અમલી થનાર "ડાયરેક્ટ ટેક્સ કોડ ૨૦૨૫ પર ગ્રુપ ડિસ્કશન દ્વારા ચર્ચા કરી હતી.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ જ્યારે પ્રેક્ટીકલ અને સ્કીલ આધારિત અભ્યાસ પર ભાર મુકે છે,ત્યારે તેના અનુસંધાને વિદ્યાર્થીઓ પુસ્તકીયા જ્ઞાનથી બહાર આવી વ્યાવહારિક અને વ્યવસાયિક ધોરણે વિચારતા થાય તેમજ વિદ્યાર્થી તેની ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશન સ્કીલ, ટીમવર્ક, લીડરશીપ, ત્વરિત નિર્ણય શક્તિ જેવા ગુણો વિકસાવી શકે સાથે જ પોતાના વિચારો અને અભિગમો સારી રીતે રજુ કરી શકે તે હેતુથી આ ગ્રુપ ડિસ્કશનનું આયોજન થયુ હતુ.
આ ગ્રુપ ડિસ્કશન દ્વારા વિદ્યાર્થીઓ ઇન્કમ ટેક્સ વિષયનું અભ્યાસિક જ્ઞાન વ્યવસાયિક ધોરણે મેળવે તે હેતુ પણ સાર્થક થયો હતો.૬૪ વર્ષ જુનો આવકવેરાનો કાયદો શા માટે રદ કરવામાં આવ્યો,નવા કાયદાની જરીયાત,નવા કાયદામાં આવકવેરાના દરો, રાહતો અને કરમુક્તિ, મધ્યમ વર્ગીય માટે ફાયદા-નુકસાન,પગારદાર કર્મચારી તથા ધંધા-વ્યવસાયિક વ્યક્તિઓ માટે કર આયોજનની નવી તકો,નવા કાયદાની શેરબજાર રિયલ એસ્ટેટ તથા સમગ્ર ઈકોનોમી પર થતી અસરો, વગેરે બાબતો અંગે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા.
આ ગ્રુપ ડિસ્કશનનું આયોજન બી.કોમ કો-એજ્યુકેશનના ઇન્કમ ટેક્સ વિષયના પ્રો.કીર્તન દત્તા દ્વારા કરવામાં આવ્યુ હતુ તેમજ વિભાગના ડાયરેક્ટર ડો.પ્રણાલીબેન જોશીએ આ ચર્ચામાં હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ તેમજ સ્ટાફ મિત્રોએ પણ હાજરી આપી હતી.
બી.કોમ કો-એજ્યુકેશન વિભાગના આ વિદ્યાર્થીલક્ષી સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા,વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા,એકેડેમિક ટ્રસ્ટી ડો.હીનાબેન ઓડેદરા,કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઈ શાહ, બી.કોમ કો-એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર ડો.પ્રણાલીબેન જોશી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech