રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે શાસનની ધૂરા સંભાળી છે ત્યારથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાઈ રહ્યો છે. દેશવાસીઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ટ | અને અંતથી કાર્યરત છે અને પીએમ મોદીના એક ભારત શ્રેષ્ટ ભારત સંકલ્પની સિદ્ધિના સુત્રને સાથ અને સહકાર આપી રહી છે. તાજેતરમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભવ્ય છત અપાવી ભારતીય જનતા પાર્ટીને મતદારોએ સહર્ષ સ્વીકારી લેવામાં આવેલ છે. આ ચૂંટણીના પ્રચાર, પ્રસાર અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ પત્ર મુજબ સમાન નાગરિક સંહિતા કાયાકીય એકરૂપતા લાવવાનું કેન્દ્રનું વચન તેમજ બંગાળને ઘુસણખોરી વી જમીન મુક્ત કરવાનું વચન, ટીએમસી યુગના કૌભાંડોની તપાસ અને સિન્ડિકેટ સંસ્કૃતિનો અંત સહિતના પ્રચાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર બંગાળમાં સ્પર્શી ગયું. પીએમ મોદીના વચન અનુસાર બંગાળી મુખ્યમંત્રી ભાજપના વચન મુજબ મુખ્યમંત્રી ભૂમિપુત્ર (માટીનો પુત્ર) સહિતના વચનો ઉપર બંગાળી બાબુઓએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી. ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનના કુશળ માર્ગદર્શન અને રણનીતિથી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય છત અપાવી છે. ભારતીય જનતા પાર્ટીની જીતને વધાવવા રાજકોટ શહેર પ્રમુખ ડો. માઘવ દવે, મહામંત્રી વત્ર ભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા અને પોગેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કિશાનપરા ચોકમાં ભવ્ય આતશબાજી અને સૌ ઉપસ્થિત નેતા, કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈવી મોઢા મીઠા કરાવ્યા હતા. આ તકે શહેર ભાજપના સૌ કોઈએ બંગાળની પ્રસિધ્ધ ઝાલપુરીનો નાસ્તો કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ વિજય ઉત્સવમાં પૂર્વ શહેર પ્રમુખ નિતીન ભારદ્રાજ, કમલેશ જોષીપુરા, કમલેશ મીરાણી, પ્રદેશ કારોબારી આમંત્રિત રાજુભાઈ ધ્રુવ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર નયનાબેન પેકડીયા, ડો. જૈમિન ઉપાધ્યાય, પૂર્વ દંડક મનીષ રાડીયા, શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, કોકેટર ઉશન ટીલવા, કિરણબેન હરસોડા, દક્ષાબેન વાઘેલા, કોષાધ્યક્ષ મપુર શાહ, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, પૂર્વ ઉપાધ્યક્ષ રમેશ પરમાર, મહેશ રાઠોડ, તેમજ દિનેશ કારીયા સહિત વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી અને નવનિયુક્ત કોર્પોરેટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.