BREAKING NEWS

સુરત મનપામાં કેસરિયોઃ આપ 27માંથી 4 બેઠક પર આવી, કોંગ્રેસે પાંચ વર્ષ પછી એક બેઠક જીતી

  • April 28, 2026 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. સુરતની 120માંથી 115 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે આમ આદમી પાર્ટી 27માંથી 4 બેઠક પર આવી ગઈ છે. 


ભાજપે વોર્ડ નં 1, 2, 3, 4, 10, 14, 15, 16, 18, 19, 21, 24, 26માં જીત મેળવી છે. સુરતમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની પેનલોએ અનેક વોર્ડમાં ક્લિન સ્વિપ કર્યું છે. વોર્ડ નંબર 1થી લઈને 26 સુધીના મહત્વના વિસ્તારોમાં ભાજપના કાર્યકરોમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ગત ચૂંટણીમાં મજબૂત દેખાવ કરનાર આમ આદમી પાર્ટી માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે. વોર્ડ નંબર 12માં કોંગ્રેસે એક બેઠક જીતીને સુરતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે, જે ભાજપની તમામ બેઠકો જીતવાની ગણતરીમાં અવરોધ રૂપ બની છે.


ચૂંટણી પરિણામો દરમિયાન સુરત આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરા અને પૂર્વ વિપક્ષી નેતા પાયલ સાકરિયાની હાર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મતગણતરી કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તેમને પાછળના રસ્તેથી બહાર લઈ જવામાં આવ્યા હતા. હાર બાદ 'આપ' ના કાર્યકરોમાં સન્નાટો જોવા મળ્યો છે, જ્યારે ભાજપના કેમ્પમાં ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે.


સુરતની જનતાએ ફરી એકવાર વિકાસના મુદ્દે ભાજપ પર ભરોસો મૂક્યો હોય તેમ જણાય છે. હજુ 16 વોર્ડના પરિણામો આવવાના બાકી છે, પરંતુ અત્યાર સુધીની લીડ જોતા સુરત મનપામાં ભાજપની સત્તા નિશ્ચિત મનાઈ રહી છે. વિપક્ષો માટે હવે પોતાની અસ્તિત્વ ટકાવી રાખવું મોટો પડકાર બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application