આજથી રશિયાના કઝાન શહેરમાં ૧૬મી બ્રિકસ સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. જી–૭ જેવા પ્રભાવશાળી સમૂહની સરખામણીએ બ્રિકસનો ઈતિહાસ ભલે બહત્પ જૂનો ન હોય, પરંતુ આ સમિટમાં એવા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે જેની ભવિષ્યમાં મોટી અસર થઈ શકે છે. જેમાંથી એક છે બ્રિકસ કરન્સી.
બ્રિકસ નવ દેશોનો સમૂહ છે. આ નવ દેશમાં બ્રાઝિલ, ચીન, ઇજિ, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુકત આરબ અમીરાત નો સમાવેશ થાય છે. એવામાં બ્રિકસ દેશ એક એવી રિઝર્વ કરન્સી શ કરવા ઈચ્છે છે જે ડોલરનો દબદબો ખતમ કરી શકે. ૨૨ થી ૨૪ ઓકટોબર દરમિયાન યોજાનારી બ્રિકસ સમિટમાં સભ્ય દેશો દ્રારા આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.
હાલમાં આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વિશ્વભરમાં લગભગ ૯૦ ટકા વેપાર યુએસ ડોલરમાં થાય છે. અત્યાર સુધી ૧૦૦ ટકા ઓઇલ ટ્રેડિંગ માત્ર યુએસ ડોલરમાં જ થતું હતું, પરંતુ ગયા વર્ષે અહેવાલ મુજબ કેટલાક ઓઇલ ટ્રેડિંગ નોન–યુએસ ડોલરમાં પણ થવા લાગ્યા છે.
આ ઉપરાંત ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોર અને ચીન અને રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વચ્ચે જો બ્રિકસ દેશો આ નવા ચલણ પર સહમત થાય છે તો આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય વ્યવસ્થાને પડકારવાની સાથે સાથે તે આ સભ્ય દેશોની આર્થિક તાકાત પણ વધારી શકે છે.
દેશો શા માટે નવી કરન્સી ઈચ્છે છે?
તાજેતરના વૈશ્વિક નાણાકીય પડકારો અને અમેરિકાની આક્રમક વિદેશી નીતિઓને લીધે, બ્રિકસ દેશોને એક નવી કરન્સીની જર છે. જેના કારણે યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડી શકાય. ૨૦૨૨માં ૧૪મી બ્રિકસ સમિટ દરમિયાન આ નવી કરન્સીની જરિયાત પર સૌપ્રથમ ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, એપ્રિલ ૨૦૨૩ માં, બ્રાઝિલના રાષ્ટ્ર્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પણ બ્રિકસ ચલણના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech