અભિનેતાએ કહ્યું તેમના વારસાનું અપમાન કોઈ સહન કરશે નહીં- રિતેશ દેશમુખ તેની ઐતિહાસિક એકશન ડ્રામા ફિલ્મ 'રાજા શિવાજી'ના રિલીઝ, માટે તૈયાર છે, જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવે છે. ૧ મેના રોજ ફિલ્મની રિલીઝ પહેલા, ધીરેનદ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેને બાગેશ્વર બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે છત્રપતિ શિવાજી મહારાજના વારસા પર ટિપ્પણી કરી, જેનાથી વિવાદ ઉભો થયો. એક નવી પોસ્ટમાં, રિતેશ હવે મહાન પોદ્રા રાજા વિશે ફેલાવવામાં આવી રહેલી “ખોટી અને ભ્રામક " ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે મરાઠીમાં લખ્યું, “જ્યારે કોઈ આવીને આપણા પૂજનીય દેવતા વિશે કેટલીક વિકૃત બકવાસ કહે છે, ત્યારે તે અસ્વીકાર્ય અને અપમાનજનક છે, શિવ ભકત અને શિવના ભક્ત તરીકે. આ વારસાને બદનામ કરવાના આવા નિરર્થક પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં પરંતુ જેમ સહ્યાદ્રી પર્વતમાળાઓ લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે, તેમ તે નામ પણ અબજો વર્ષો સુધી ટકી રહેશે. નાગપુરમાં ભારદુર્ગ શક્તિ સ્થળના શિલાન્યાસ સમારોહ દરમિયાન તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓ બાદ બાગેશ્વર બાબાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધો લડીને ખૂબ વાકી ગયા હતા; તેઓ સંપૂર્ણપણે ભાંગી પડયા હતા. એક દિવસ તેઓ રામદાસ સ્વામી પાસે ગયા તેમણે પોતાનો મુગટ ઉતારીને નીચે મૂક્યો અને કહ્યું, 'હું હવે લડવા માંગતો નથી. તમે આ મુગટની સંભાળ રાખો. તમે આ રાજ્યનો હવાલો સંભાળો. શિવાજીએ કહ્યું હતું, 'અમે તમારા આદેશનું પાલન કરીશું. અમે હવે વધુ યુદ્ધો લડી શકતા નથી; અમે ખૂબ વાકી ગયા છીએ અને અમને આરામની જરૂર છે. અમે વોડા દિવસો માટે કંઈ કરવા માંગતા નથી.જેના જવાબમાં રીતેશ અકળાયો હતો. મુંબઈ ફિલ્મ કંપની અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ જ્યોતિ દેશપાડે અને જેનેલિયા દશમુખ દ્વારા નિર્મિત, “રાજા શિવાજી" છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને વારસા પર આધારિત એક ભવ્ય ઐતિહાસિક મહાકાવ્ય છે. પોડા દિવસો પહેલા, ટ્રેલર લોન્ચ દરમિયાન, રિતેશ અને જેનેલિયા બંને ફિલ્મ વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. રિતેશ બાદમાં ફિલ્મ નિર્માણ યાત્રા દરમિયાન જેનેલિયાના સમર્થન અને સાવ બદલ આભાર માન્યો. આ ફિલ્મ શિવાજી મહારાજના શરૂઆતના જીવનની વાર્તા કહે છે, જે સ્વરાજ સ્વાપિત કરવાના તેમના સંકલ્પ અને તે સમયના શક્તિશાળી શાસકો સામેના તેમના સંઘર્ષને પ્રકાશિત કરે છે. સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, ભાગ્યશ્રી, મહેશ માંજરેકર અને બોમન ઈરાની પણ ફિલ્મમાં અભિનય કરે છે.