આ અંગેની હકીકત મુજબ, રાજકોટ માર્કેટીંગ યાર્ડ(બેડી) ખાતેની જે કે. ટ્રેડીંગ દ્વારા જીરુની ધૂમ ખરીદી કરવામાં આવી હતી, જેમાં પેડક રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા મનસુખ ખીમાભાઈ ડાકા પાસેથી રૂ.૧,૧૮,૯૮,૦૯૭/- જીરૂ સહિત
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે પેઢીઓ પરાવતા અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧૭.૧૯ કરોડથી વધુ રકમના જીરૂના માલના જથ્થાની ખરીદી કરી અલગ અલગ સ્થળોએ પોતાના ગ્રાહકોને વેચી મનસુખભાઈ ડાકા તથા સાહેદોને રૂપીયા ચુકવવા ન પડે માટે આરોપીઓએ પોતાના ફોન તથા પેઢી બંધ કરી નાસી જઈ ગુન્હાહીત વિશ્વાસઘાત કર્યા સબંધેની ફરિયાદ મનસુખભાઈ ખીમાભાઈ ડાકા દ્વારા જે.કે. ટ્રેડીંગના ભાગીદારો બિપિન પરસોત્તમભાઈ ઢોલરીયા તથા નિતેશ ધરમશીભાઈ ઢોલરીયા વિરૂધ્ધ દાખલ કરવામાં આવી હતી. જે કામે પોલીસે બંને આરોપીઓને અટક કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન બંને આરોપીઓએ જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર છૂટવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેમાં રજુઆત કરેલ કે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ પાસેથી ખરીદ કરેલ જીરૂ ઉંઝા મુકામે વેપારીઓને આપેલ છે તે વેપારીઓએ રૂ. ૧૧ કરોડ ફસાવી દેતા તે મુડી રાજકોટના વેપારીઓને આપી શકાયેલ ન હોવાથી માત્ર વેપારી સાઈકલ બ્રેક થયેલ છે, આરોપીઓએ કોઈ ઉચાપત કરી નથી. આવા પ્રકારના વ્યવહાર અન્વયે સિવિલ તકરાર હોવાથી ગુન્હો દાખલ થતો નથી, તેમ જણાવી હાઈકોર્ટો તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે લંબાણ પુર્વકની રજુઆતો કરવામાં આવી હતી.
જે ધ્યાને લઈ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપીઓ વતી જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech