BREAKING NEWS

જામનગર : કાલાવડ તાલુકાના બાલંભડીથી નપાણીયા ખીજડીયા રોડનું રૂ.૪ કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કાર્ય શરૂ

  • November 24, 2025 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કાલાવડ તાલુકાના બે મહત્ત્વના ગામોને જોડતા માર્ગના રિસર્ફેસિંગ કાર્ય માટે રૂ. ૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.જે અંતર્ગત, બાલંભડીથી નપાણીયા ખીજડીયા સુધીના ૫ કિલોમીટર લાંબા માર્ગના રિસર્ફેસિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે.


આ અંગે માર્ગ અને મકાન વિભાગ જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે બાલંભડી તેમજ નપાણીયા ખીજડીયા ગામને કાલાવડ તાલુકા મથક સાથે જોડતા આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોની અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન વ્યવહારમાં થતી અગવડો દૂર કરવા માટે રાજ્ય સરકારે આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કર્યો છે.


માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિભાગે આ રિસર્ફેસિંગ કાર્ય ચોક્કસ સમયમર્યાદા અને ગુણવત્તાયુક્ત માપદંડો સાથે પૂર્ણ થાય તે માટેનું આયોજન કર્યું છે.
​​​​​​​

ટૂંક સમયમાં જ આ રિસર્ફેસિંગ કામગીરી પૂર્ણ થવાથી આસપાસના ગ્રામજનોને વાહન વ્યવહારમાં ખૂબ જ અનુકૂળતા રહેશે. સરળ અને મજબૂત માર્ગ મળવાથી ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા થશે તેમજ સમય અને ઈંધણની બચત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application