BREAKING NEWS

RBIના આદેશથી આજે રવિવારે બેંક ખુલી રખાઈ; રાજકોટમાં કર્મચારીઓએ કાળા કપડા પહેરી બેંક આવી વિરોધ કર્યો

  • September 27, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રવિવારના દિવસે બેંકો ચાલુ રાખવા અને બેંક યુનિયનો દ્વારા ત્રણ દિવસના બંધના એલાનને લઈને મહત્વપૂર્ણ સ્થિતિ જોવા મળી છે. બેંક યુનિયનો દ્વારા આપવામાં આવેલા આ ત્રણ દિવસના બંધના એલાન વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બેંકો ચાલુ રાખવા અંગેનો હુકમ જારી કરવામાં આવ્યો હતો.

આજે રવિવાર હોવા છતાં અનેક જગ્યાએ બેંકો ખુલ્લી રાખવામાં આવી છે, પરંતુ બેંક કર્મચારીઓએ પોતાના કામકાજ દરમિયાન કાળા કપડા પહેરીને સરકાર અને યુનિયનોના વિરોધ વચ્ચે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખીને પણ પોતાનો રોષ અને અસંતોષ વ્યક્ત કર્યો છે.

આ વિરોધ પ્રદર્શન અને બેંક ચાલુ રાખવાના હુકમ વચ્ચે ગ્રાહકોને પણ બેકિંગ કામકાજમાં મિશ્ર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક યુનિયનની માંગણીઓ અને આરબીઆઈના આદેશ વચ્ચે કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને ફરજ બજાવવાનું આ પગલું ચર્ચાનો વિષય બન્યું છે.​​​​​​​

બેંકોમાં 5-ડે વર્કિંગ અંગે સરકારનો ઇનકાર

બેંક કર્મચારીઓની હડતાળથી બરાબર પહેલાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની ચર્ચા દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી.

નાણાં મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે આ અંગે કોઈ સમજૂતી થઈ નહોતી.​​​​​​​


PLI યોજના અંગે પણ સરકાર અને યુનિયનો સામસામે

અઠવાડિયામાં 5 દિવસ કામ ઉપરાંત બોનસ (PLI)ના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકારે મોટા અધિકારીઓ જેવા કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટે બોનસનો એક નવો નિયમ લાગુ કર્યો છે.

આ અંતર્ગત સારું કામ કરનારા અધિકારીઓને 365 દિવસના મૂળ પગાર જેટલું ઇન્સેન્ટિવ અથવા બોનસ મળી શકે છે. બેંક યુનિયનો આ વાતનો પણ વિરોધ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application