BREAKING NEWS

મોરબીની સગીરા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું, રૂ ૧૭.૫૦ લાખ પણ પડાવ્યા

  • October 03, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની રહેવાસી વધુ એક સગીરા સોશ્યલ મીડિયા મારફત મિત્રતા કેળવી દુષ્કર્મનો ભોગ બની હતી સાડા સત્તર વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ  મારફત ભાવનગરના યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અલગ અલગ સ્થળોએ લઇ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરી ૧૭.૫૦ લાખની રકમ બ્લેકમેલ કરી પડાવવામાં આવી હતી તેમજ યુવકના ભાઈ અને પિતાએ ધમકીઓ આપી મદદગારી કરી હતી પોલીસે ત્રણ પિતા-પુત્રો વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીમાં રહેતા સાડા સતર વર્ષની સગીરા વર્ષ ૨૦૧૮ માં ઇન્સ્ટાગ્રામ મારફત ભાવનગર રહેતા વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયાના સંપર્કમાં આવી હતી અને મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો આરોપી વિશ્વરાજસિંહ સગીરાને મોરબી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહીત અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેમજ યુવતી પાસેથી કટકે કટકે રૂપિયા ૧૭.૫૦ લાખની રકમ પડાવી લીધી હતી..આરોપી વિશ્વરાજના પિતા ગણપતસિંહ અને ભાઈ જયદીપસિંહે ભોગ બનનારને મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો જેથી ભોગ બનનાર યુવતીએ આરોપી યુવક અને તેના પિતા તેમજ ભાઈ સહીત ત્રણ વ્યક્તિ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application