પહેલગાવ મા આતંકીઓએ નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓ ધરબી દીધા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે.જેના ભાગ રૂપે તળાજા અલંગ દાઠા વિસ્તારમાં રહેતા બંગળીઓ ના નિવાસ સ્થાનોપર જઈ ને ઘર બહાર - થીજ આધાર કાર્ડ ચેક કરવા સહિત ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા હતા. જેમાં તળાજામાં વર્ષો પહેલા સ્થાયી થયેલા ઘરેણાના કારીગર અહીં પોતાની મિલકત વસાવી ને કરોડપતિ થયા નું - પોલીસ સમક્ષ આવ્યું છે. અલંગ મરીન પો.ઈ અશ્વિન ખાંટ એ જણાવ્યું હતુ કે અલંગ સોસિયા વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન કરેલ સર્ચ મા બંગાળ કરતાંય ઝારખંડ, ઉત્તર પ્રદેશ ના વધુ રહીશો જોવા મળ્યા હતા.આશરે ૧૮૦ જેટલા લોકોને તપાસ્યા હતા. દાઠા પો.ઈ સી.એચ.મકવાણાએ જણાવ્યું હતુ કે દાઠા વિસ્તારમા કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે નહીં.અહીં ચાલતા મદરેસા મા પચાસેક વિદ્યાર્થીઓ રહે છે.આ તમામ ગુજરાતના હતા. તળાજાના અલગ અલગ વિસ્તારમાં રહેતા ખાસ કરીને બંગાળના અને અહીં ઘરેણાના કારીગર તરીકે મજૂરી કામ કરી ને વર્ષોથી સ્થાયી થયેલા બંગળીઓ મોટાભાગના સોની વેપારીઓમા મેસેજ ફરતા થયા સોની વેપારીઓ ઘરેણાં ઘડવા માટે બંગાળી કારીગરો મોટા પ્રમાણમા રાખે છે.બંગાળી કારીગરો પોતે ભલે બંગાળ ના હોય પરંતુ તેની નીચે લાવતા કારીગરો બાંગ્લાદેશીઓ છેકે કેમ તે દેશવાસીઓ ના જાન માલ ના હિત ખાતર ચેક કરવું જરૂરી છે.
પરિવાર સાથે સ્થાયી થયા હોવાનું અને અહીં રહેવા માટે મોટા બંગલા અહીં પોતાના નામે બનાવવા ની સાથે કરોડ રૂપિયા થી વધુની મિલકત ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આધારભૂત વર્તુળો એ જણાવ્યું હતુ કે બંગાળ ના વર્ષોથી રહેતા કારીગરો તેમની નીચે કામ કરવા વાળા અન્ય કેટલા લોકોને લાવી ને રાખે છે તે બાબત ની ઝીણવટ ભરી તપાસ કરવી રહી.આ તપાસ માત્ર તળાજા જ નહીં આખાય ગુજરાતમાં આ બાબત ની તપાસ કરવી રહી. તળાજા પો.ઈ એ. બી.ગોહિલ એ જણાવ્યું હતુકે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ ની હિલચાલ દેખાય તો સૌની સુરક્ષા માટે પોલીસ ને બાતમી આપવી જોઈએ. બાતમી આપનાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું
May 01, 2025 04:30 PMજૂનથી રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ માટે વધુ બિલ ચૂકવવા ગ્રાહકો તૈયાર રહે
May 01, 2025 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech