તા. ૨૬-૦૫-૨૦૨૪ના રવિવારે કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના (આર્થિક સહયોગ) દ્વારા આયોજીત રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટની હોસ્પીટલના નિષ્ણાંત તબીબની ટીમ દ્વારા ભાટીયા મુકામે સરકારી દવાખાનામાં આંખના ૨૧૦ દર્દીઓનુ નિદાન કરવામા આવેલ. જેમા જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવેલ અને મોતીયાના ઓપરેશનની જરૂરીયાતવાળા ૬૦ દર્દીઓને હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપેલ તથા ઓપરેશનની તમામ સારવાર, રહેવા, જમવા, ચા-નાસ્તો, ચશ્મા, દવા-ટીપા વગેરે વિના મુલ્યે આપવામા આવેલ, કેમ્પના સ્થળે ભાટીયા મુકામે પરત મુકી જવામા આવેલ.
આ કેમ્પમા ભાટીયાના ડાડુભાઈ આંબલીયા, જીવનભાઈ પાણખણીયા, સરદારજી, મણીભાઈ બારાઈ વગેરેએ સેવા આપેલ, આ કેમ્પનુ સંપુર્ણ સંચાલન કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દતાણીએ વ્યવસ્થિત અને સુંદર રીતે સંચાલન કરી જહેમત ઉઠાવી સફળ બનાવેલ, આ કેમ્પ દર માસના છેલ્લા રવિવારે નકી યોજવામા આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech