BREAKING NEWS

ભાવનગર લઠ્ઠા કાંડ ના ઘેરા પ્રત્યાઘાત હાઇકોર્ટ સુધી પડ્યા

  • August 21, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે સીટિંગ જજની સીટ રચી તપાસ માંગી તો એડવોકેટ નીતિન ગાંધીએ હાઈ લેવલ કમિટી રચીને તપાસ કરવા માંગ કરી






ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે આ મામલે હાઇકોર્ટના સીટી ની જજ ના નેતૃત્વમાં સીટની રચના કરીને લઠ્ઠા કાંડ ની તપાસ કરવા કોંગ્રેસે તો માંગ કરી જ છે પણ હાઇકોર્ટને ન્યાયિક હસ્તક્ષેપ કરવા એડવોકેટ નીતિન ગાંધી દ્વારા પણ માંગ કરવામાં આવી છે.



ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ લઠ્ઠાકાંડની ઘટના માટે ભાજપ સરકારની ડબલ એન્જિનની સરકારની હપ્તાખોરી જવાબદાર હોવાનું ફેરવ્યું છે અને માંગણી કરી છે કે ગુજરાતની સરોદ ઉપરથી ગુજરાતમાં ઠલવાતો દારૂ ગલીએ ગલીએ રેલમ છેલ જોવા મળી રહી છે નાની ઉંમરે યુવાનો દારૂ અને ડ્રગના નશામાં સપડાય જાય છે અને તેમનું જીવન બરબાદ થાય છે દારૂબંધીના મામલે ઉડતા ગુજરાત ની સ્થિતિ નિર્માણ થવા પામે છે.



તો બીજી બાજુ ભાવનગરના લઠ્ઠા કાંડ મુદ્દે હાઇકોર્ટને ન્યાય કસ્તક્ષેપ કરવા એડવોકેટ ગાંધી દ્વારા માગણી કરવામાં આવી છે તપાસમાં ઝેરી દારૂ સપ્લાય છે અધિકારીઓની બેદરકારી પુરાવાની સાચવણીને સામેલ કરવાની રજૂઆત કરવામાં આવી છે આ સિવાય પીડિત પરિવારને વળતર વિનામૂલ્ય સારવાર સુનિશ્ચિત કરીને સ્ટેટ રિપોર્ટ હાઇકોર્ટ મંગાવે તેવી રજૂઆત કરતા રાજ્ય વ્યાપી એન્ટી હ્યુમન રીપ્લિમેન્ટ રિસ્પોન્સ પ્રોટોકોલ કરવાની માંગ કરી છે.



એડવોકેટ નીતિન ગાંધીએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને એક પત્ર લખી સમગ્ર ઘટનાની ન્યાયીક નોંધ લઇ હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી છે. ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના અત્યંત ગંભીર પ્રકારની અને જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં હોવાથી બંધારણના આર્ટિકલ 21 હેઠળના સન્માનપૂર્ણ જીવન જીવવાના અધિકાર સામે તરાપ હોવાનું પણ આ પત્રમાં કહેવામાં આવ્યું છે.



અનેક મુદ્દા આવરી લેવાનું પણ જણાવાયું છે. જેમાં નકલી દારૂ બનાવવા માટે ક્યાંથી માલ આવ્યો, કોણ જવાબદાર છે, ઉત્પાદન કઇ રીતે થયું તે તમામ બાબતો સમાવી લેવાની રજૂઆત કરવામાં આવી છે. જો આ મામલે અધિકારીઓની બેદરકારીનો કોઇ મુદ્દો સામે આવતો હોય તો એની પણ તપાસ કરવામાં આવે. પોલીસ, નશાબંધી વિભાગના અધિકારીઓના મેળાપીપણાંમાં નકલી દારૂ બનાવવાનો ધંધો ધમધમતો હોય અથવા તો તેમણે હોય તો એ દિશામાં રજૂઆત કરવામાં વળતર અને તેમના તેમની સારવાર વિનામૂલ્યે કરાઇ છે..



વિનામૂલ્યે સારવાર મળી રહે એ સુનિશ્ચિત કરી એનો સ્ટેટસ રિપોર્ટ હાઇકોર્ટ મગાવે એવી રજૂઆત કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યવ્યાપી એન્ટી-હૂચ પ્રિવેન્શન એન્ડ રિસ્પોન્સ પ્રોટોકોલ ઘડવાની માગ એડવોકેટની રજૂઆત છે કે એક સ્વતંત્ર ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા ઘટનાની તપાસ કરાવવામાં આવે અને તપાસ સુપ્રીમ અથવા હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસના નેજા હેઠળ થવી જોઇએ.





કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ભાવનગરમાં.



કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ભાવનગર જઈને સમગ્ર ઘટનાની તપાસ કરશે હકીકત અને જવાબદાર લોકોને તંત્રની ભૂમિકા અંગે માહિતી મેળવી વિગતવાર રિપોર્ટ તૈયાર કરી આગામી વિધાનસભા સત્રમાં સરકારને જવાબદાર ઠેરવી ચર્ચાની માગણી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application