BREAKING NEWS

ગુજરાતમાં પોલીસ બનવાની તૈયારી કરનારા માટે મોટા સમાચાર...13,591 જગ્યા પર ભરતી કરાશે, 3 ડિસેમ્બરથી આ લિંક પર ઓનલાઈન અરજી કરી શકાશે

  • November 30, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.​​​​​​​


ગુજરાત પોલીસમાં નવી પોલીસ ભરતીની જાહેરાત કરાઈ

બિન હથિયારી PSIની 659, હથિયારી PSIની 129, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6942, હથિયારી પોલીસ કોનસ્ટેબલ 2458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( SRPF ) 3002, જેલ સિપાઈ ( પુરુષ ) 300, જેલ સિપાઈ ( મહિલા ) 31 એમ કુલ મળીને 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. IPS નિરજા ગોટરૂ અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને, પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્રારા આ માહિતી સામે આવી છે.


ભરતી બોર્ડ દ્વારા પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે

પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે દિગતવારની તમામ સુચનાઓ (જાહેરાત) https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ ઈચ્છીત ધરાવતા ઉમેદવારોએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.


PSIની 858 ખાલી જગ્યા ભરાશે

પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.


LRDની 12733 ખાલી જગ્યાઓ ભરાશે

લોકરક્ષક(LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક(LRD) માટે અરજી કરી શકશે.


મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

ઉપરોક્ત ભરતી માટે ઉમેદવારો 3 ડિસેમ્બર, 2024થી 3 જાન્યુઆરી, 2026 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે, અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શિકા વેબસાઇટ પરથી ધ્યાનપૂર્વક વાંચી લેવી. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS નિરજા ગોટરૂ દ્વારા 29 નવેમ્બરના રોજ સતાવાર જાહેરાત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application