રાજયના ટીપી વિભાગમાં મોટી ફેરબદલ રૂડામાં એસટીપી પદે હિતાર્થ એમ.આર્ય
રાજયના ટીપી વિભાગમાં મોટી ફેરબદલ રૂડામાં એસટીપી પદે હિતાર્થ એમ.આર્ય
August 18, 2026 02:24 PM
ગુજરાત રાજયના ટાઉન પ્લાનીંગ વિભાગમાં મોટી ફેરબદલના હત્પકમો થયા છે. જેમાં ૧૦ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા)ના સિનિયર ટાઉન પ્લાનર તરીકે સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)માંથી હિતાર્થ એમ. આર્યની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તેમને રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકેની કામગીરીનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ગત મોડી સાંજે આ હત્પકમો જારી કરવામાં આવ્યા હતા અને તાત્કાલીક અસરથી તેની અમલવારી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે કાર્યરત આર.ડી.પરમારને રૂડામાં તેમના રેગ્યુલર ચાર્જના પોસ્ટીંગ પર યથાવત રાખવામાં આવ્યા છે. કુલ ૧૦ અધિકારીઓની બદલીનો હત્પકમ થયો છે જેમાં (૧) વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના સંતકુમાર એમ. પંડયાને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાં નિયુકત કરાયા છે. (૨) સુરત નગરરચના યોજના એકમ–૧ના કિરણ આર. સુમરાને સુરત શહેરી વિકાસ સત્તા મંડળ ઉપરાંત બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળનો વધારાનો હવાલો સોંપાયો છે. (૩) કૌશિક ડી. પટેલને સુરત નગરરચના યોજના એકમ–૨ સુરત ઉપરાંત સુરત નગરરચના યોજના એકમ–૧નો વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. (૪) હિરલકુમાર વી. દોરીવાલા અમદાવાદ નગર યોજના એકમ–૨માં ફરજ બજાવતા હતા તેમને પ્રવર નગર નિયોજક લીગલ શાખા વડી કચેરી ગાંધીનગર ખાતે નિયુકત કરાયા છે. (૫) ભાવિન એમ. મેવાડાને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાંથી બદલી કરીને વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં મુકાયા છે. (૬) હિતાર્થ એમ. આર્ય સુરત શહેરી વિકાસ સત્તા મંડળમાં ફરજ બજાવતા હતા ત્યાંથી તેમની બદલી કરીને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં મુકવામાં આવ્યા છે અને તેમને રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. (૭) કુમારી માનસી એમ. અધ્વર્યુ બારડોલી શહેરી વિકાસ સતા મંડળમાં ફરજ બજાવતા હતા તેમને ધોલેરા સ્પેશ્યલ રીજનલ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં નિયુકત કરાયા છે. (૮) વિવેક કે. પારેખ કે જેઓ લીગલ શાખા વડી કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા તેમને ભાવનગર નગરરચના યોજના એકમ ભાવનગર ખાતે નિયુકત કરાયા છે. (૯) સુરેન્દ્રસિંહ એન. પારગીને ભાવનગર નગરરચના યોજના એકમથી બદલી કરીને પ્રવર નગર નિયોજક–૨ વડી કચેરી ગાંધીનગર ખાતે (અધિક મુખ્ય નગર નિયોજક–૨ની જગ્યાને પ્રવર નગર નિયોજક સંવર્ગમાં ડાઉન ગ્રેડ કરીને) નિયુકત કરાયા ા છે. (૧૦) મુકુંદરાય બી. કોઠીયાને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળમાંથી બદલીને અમદાવાદ નગર રચના યોજના એકમ–૨ ખાતે નિયુકત કરાયા છે જયાં આગળ તેમને પ્રવર નગર નિયોજક માંડલ–બેચરાજી સ્પેશ્યલ રીજનલ ડેવલપમેન્ટ ઓથોરીટીનો વધારાનો હવાલો પણ સંભાળવાનો રહેશે.