BREAKING NEWS

જૂનાગઢ મધુરમમાં કાર હડફેટે બાઈકચાલકનું મોત–બાળકીનો બચાવ

  • August 10, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં મધુરમમાં બેફામ કાર ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતા બાઈક ચાલકનું ઘટના સ્થળે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. જોકે અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકીને સામાન્ય ઇજા થઈ હતી. અને બચાવ થયો હતો. કારચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવો અંગે અજાણ્યા કારચાલક વિદ્ધ ફરિયાદ નોંધાતા સી ડિવિઝન પોલીસે નાસી ગયેલ કારચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ દ્રારા સ્પીડ ગન દ્રારા વાહનોની ઝડપ કાબુમાં લેવા દાવા થયા હતા. ટ્રેનિંગ પણ યોજાઇ હતી. પરંતુ સ્પીડ ગન અમલવારી અને નિયમિત પેટ્રોલિંગના અભાવે બેફામ ઝડપે વાહનો અકસ્માત સર્જી રહ્યા છે. જેનો વધુ એક ભોગ લેવાયો છે. આ અંગે વધુ વિગત મુજબ રાકેશ બાલસ તેની ત્રણ વર્ષની દીકરી વૈદેહી સાથે ટીંબાવાડી વિસ્તારમાં આવેલ તેના ભાઈ મનોજભાઈના ઘરે મોટરસાયકલ પર જતા હતા. મધુરમથી ટીંબાવાડી તરફના રસ્તે પહોંચતા બેફામ ઝડપે આવેલ કાર નંબર જીજે–૦૩ઈએલ–૭૫૦૨ના ચાલકે રાકેશભાઈની મોટરસાયકલને ઓવરટેક કરી હડફેટે લેતા પિતા પુત્રી બંને ફંગોળાયા હતાં. જેમાં રાકેશભાઈનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું.
જોકે અકસ્માતમાં ત્રણ વર્ષની દીકરીનો જીવ બચી ગયો હતો અને સામાન્ય ઇજા થઈ હતી. પ્રા વિગત મુજબ રાકેશભાઈના પત્ની સગર્ભા છે અને ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કારચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવ અંગે મૃતક રાકેશભાઈના ભાઈ દીપકભાઈ બાલસે અજાણ્યા કારચાલક વિદ્ધ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નાસી ગયેલ કારચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. હાઇવે પર બેફામ ઝડપે કારથી અકસ્માત બાદ હવે શહેરમાં પણ પૂરપાટ ઝડપે જતા વાહન હડફેટે મોત થતા તંત્રની કામગીરી સામે સવાલ સર્જાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application