BREAKING NEWS

અરવલ્લીમાં બિશ્નોઇ ગેંગની સ્કોર્પિયોએ પોલીસની ગાડીને ટક્કર મારી, PIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, બે પોલીસ જવાન ઘાયલ

  • September 22, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે એસઓજી પોલીસે પોશ ડોડા ભરેલી એક શંકાસ્પદ સ્કોર્પિયો કારને ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને આરોપીઓ સામસામે આવી જતા ભારે નાસભાગ અને ઘમાસાણ મચી ગઈ હતી. આરોપીઓએ પોલીસ પર રિવોલ્વર જેવી બંદૂક તાકતા સ્વબચાવમાં પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ગાડી અથડાવાની અને ઘમાસાણની ઘટનામાં બે પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે અંધારાનો લાભ લઈને આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા.

એસઓજીના પીઆઈ પી.બી. ચૌધરીએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ કેસના આરોપીઓ કુખ્યાત બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. એસઓજી પોલીસ બાતમીના આધારે કાળા રંગની શંકાસ્પદ સ્કોર્પિયો કારનો પીછો કરી રહી હતી. ગાડીને રોકવાનો સઘન પ્રયાસ કરવામાં આવતા તે પોલીસ વાહન સાથે અથડાઈ હતી, જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાના ઈરાદે રિવોલ્વર જેવી બંદૂક બતાવી હતી, જેના જવાબમાં પીઆઈ પી.બી. ચૌધરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણ અને વાહન ભટકાવાના કારણે પોલીસ વાહનના ડ્રાઈવર પ્રકાશસિંહ અને પીઆઈ પી.બી. ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી અને સઘન તપાસની કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application