BREAKING NEWS

રશિયાની નોવોકુયબિશેવસ્ક ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

  • October 30, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના સમારા ક્ષેત્રમાં આવેલી નોવોકુયબિશેવસ્ક ઓઇલ રિફાઇનરી પર કથિત ડ્રોન હુમલો થયા બાદ સમગ્ર આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. વિસ્તારના રાજ્યપાલ દ્વારા આ પ્રદેશમાં ડ્રોન હુમલો થયો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, હુમલા બાદ રિફાઇનરી સંકુલમાંથી વિશાળ કદના કાળા ધુમાડાના વાદળો નીકળતા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ડ્રોન હુમલાના કારણે રિફાઇનરીમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ઈમરજન્સી સેવાઓ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અધિકારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાની અને નુકસાનની સમીક્ષા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application