જામનગર: ખીમરાણામાં દારૂ-બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર પકડાયો: ૧૪ બોટલ, ૮૩ ચપલા, ૧૧ ટીન તથા ૧૦ લાખનો ટ્રક જપ્ત
જામનગર: ખીમરાણામાં દારૂ-બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર પકડાયો: ૧૪ બોટલ, ૮૩ ચપલા, ૧૧ ટીન તથા ૧૦ લાખનો ટ્રક જપ્ત
October 31, 2026 12:21 PM
જામનગર: ખીમરાણામાં દારૂ-બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર પકડાયો: ૧૪ બોટલ, ૮૩ ચપલા, ૧૧ ટીન તથા ૧૦ લાખનો ટ્રક જપ્ત
જામનગર-રાજકોટ હાઇવે પર ખીમરાણા બસ સ્ટેન્ડ નજીક એક ટ્રકચાલકને આંતરીને તલાશી લેતા તેની પાસેથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો આથી કુલ ૧૦.૧૭ લાખનો મુદામાલ કબ્જે કરી ધરારનગરના ટ્રકચાલક સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર પંચકોશી-એ પોલીસ દ્વારા તાજેતરમાં હાઇવે પર ગોડાઉનમાંથી લાખોની કિંમતનો શરાબનો જંગી જથ્થો ઝડપી લીધો હતો જે અંગે તપાસ ચાલુ છે દરમ્યાનમાં દારૂ લઇને નીકળેલા શખ્સને પકડવામાં વધુ એક સફળતા મળી છે. જેની વિગત મુજબ પંચકોશી-એની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન ખીમરાણાના બસ સ્ટેન્ડ પાસે ટ્રક નં. જીજે૧૦ટીએકસ-૫૮૩૮ ને આંતરી તલાશી લીધો હતી, જેમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૪ બોટલ, ૮૩ ચપલા અને બિયરના ૧૧ ટીન મળી આવ્યા હતા. જામનગરના ધરારનગર-૨ બેકરીની સામે રહેતા જુમા ગુલમામદ નાયાણીને પકડી લીધો હતો, ભોગવટાનો ૧૦ લાખની કિંમતનો ટ્રક અને દારૂ-બિયરનો જથ્થો મળી કુલ ૧૦.૧૭.૫૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ અંગે ટ્રકચાલક જુમા નાયાણી સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ નોંધીને તપાસ આગળ ધપાવી હતી.