નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 કર્મચારીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. આ દુર્ઘટના નાગપુરથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તારના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં થઈ હતી.
નાગપુર પોલીસ કમિશનરે જણાવ્યું કે ધામનામાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે કામદારો વિસ્ફોટકો પેક કરી રહ્યા હતા. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે હાજર રહેલા એનસીપી(એસપી)ના નેતા અનિલ દેશમુખે જણાવ્યું કે ધમના ગામ પાસે ગનપાઉડર બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટની આ ઘટના બની હતી. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટક વિભાગની એક ટીમ સ્થળ પર તૈનાત છે. આ બાબતે તપાસ ચાલુ છે.
અનિલ દેશમુષે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે આટલી મોટી વિસ્ફોટક ફેક્ટરી ચાલી રહી છે પરંતુ તેની પાસે પોતાની એમ્બ્યુલન્સ નથી. હવે એક્સપ્લોઝિવ વિભાગની ટીમ તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના કેમ થઈ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં તેજી: સેન્સેક્સ ૮૧૦૦૦ સપાટી કુદાવી ૯૩૫ પોઈન્ટ ઉછળ્યો
May 02, 2025 02:40 PMગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech