અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવત ઘડાયું હોવાનો પર્દાફાશ થયો છે. અમેરિકન અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ઈરાને પૂર્વ અમેરિકી રાષ્ટ્ર્રપતિ અને અન્ય કેટલાક અધિકારીઓની હત્યા માટે એક પાકિસ્તાની નાગરિકને રાખ્યો છે. આ વ્યકિતએ અમેરિકામાં રેકી પણ કરી છે.જેના પગલે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય કેટલાક અમેરિકન રાજકારણીઓ અને અધિકારીઓની હત્યાના ઈરાની કાવતરાનો ખુલાસો કર્યેા છે. ઈરાને આ માટે એક પાકિસ્તાની નાગરિકને રાખ્યો હતો. અમેરિકી ન્યાય વિભાગે પાકિસ્તાની વ્યકિત આસિફ રઝા મર્ચન્ટ પર રાજકીય હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.ઈરાન સરકાર સાથે તેના સંબંધો છે. આ માહિતી સામે આવ્યા બાદ અમેરિકી સરકારે પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષા વધારી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ યુએસ અધિકારીઓ આ ષડયંત્રના નિશાના પર હતા.યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, બ્રુકલિનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આસિફ મર્ચન્ટને ન્યૂયોર્ક સિટીમાં મુસાફરી કરવા અને ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શઆતમાં હત્યા કરવા માટે હિટમેન સાથે કામ કરવાનો આરોપ છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, મર્ચન્ટે કહ્યું કે તે અમેરિકામાં એવા લોકોને નિશાન બનાવવા માંગે છે જેઓ પાકિસ્તાન અને (મુસ્લિમ) વિશ્વને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે આ માત્ર સામાન્ય લોકો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મર્ચન્ટની ૧૨ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે યુએસ છોડવાની તૈયારી કરી રહ્યો હતો. આના થોડા સમય પહેલા, તે કથિત હત્યારાઓને મળ્યો હતો, જેઓ વાસ્તવમાં અમેરિકન ગુચર એજન્સીઓના અંડરકવર એજન્ટ હતા. તેને ફેડરલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ફરિયાદીઓનું કહેવું છે કે મર્ચન્ટ હત્યા કરવા માટે શૂટરને શોધી રહ્યો હતો. આ સાથે એક મહિલાની જર હતી જે રેકી કરી શકે અને ૨૫ જેટલા લોકોની હત્યા બાદ ધ્યાન હટાવવા વિરોધ કરી શકે.
તાજેતરમાં જ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો
એફબીઆઈએ કથિત હત્યાના કાવતરાનો ખુલાસો એવા સમયે કર્યેા છે યારે થોડા અઠવાડિયા પહેલા પેન્સિલવેનિયામાં એક રેલીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ પર ૨૦ વર્ષના યુવકે ગોળીબાર કર્યેા હતો. આ હુમલામાં ટ્રમ્પનો જીવ બચી ગયો હતો. ગોળી પૂર્વ રાષ્ટ્ર્રપતિના કાનને અડીને નીકળી ગઈ હતી. ટ્રમ્પે તેમના અસ્તિત્વને ભગવાનનો ચમત્કાર ગણાવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech