પોરબંદરમાં સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પનું આયોજન થતાં ૬૮ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ અને સમસ્ત સિપાઈ જમાત પોરબંદરના પ્રમુખ મર્હુમ ફેઝલખાન પઠાણની યાદમાં સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદર અને આશા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
જેમાં ૬૮ બોટલ રક્ત એકત્ર થયુ હતુ.સૈયદ અઝિમબાપુની ટીમના મોટાભાગના યુવાનોએ રક્તદાન કર્યું હતુ. પોરબંદર મુસ્લિમ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત બહેનોએ પણ રક્તદાન કરેલ છે.ઉમ્મતી એન્ડ ઉન્નતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અલ તુર્કિયા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,અલ તુર્કિયા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારોએ પણ રક્તદાન કર્યું હતુ.આ કેમ્પમાં તમામ જમાતના હોદેદારો અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને મુસ્લિમ સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ જોવા મળેલ છે તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.રક્તદાન કરનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હત. આમીર તારીક ભટુ નામના યુવાનને રક્તદાન કેમ્પના દિવસે જ ૧૮ વર્ષ પુરા થતા હોય તેણે તેના જન્મદિવસે રક્તદાન કરતા આ યુવાનને બિરદાવવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા સુન્ની અંજુમન એ ઇસ્લામ પોરબંદરની ટીમ ઉપપ્રમુખ અકબર સિલેમાન સેલોત, ઉપપ્રમુખ અલ્તાફ હુસેન મહમદઈકબાલ તીર્મીજી, સેક્રેટરી અશરફ યુસુફ પટેલ, જો.સેક્રેટરી એડવોકેટ હારૂન કાસમ સાટી, ખજાનચી દાઉદભાઈ કાસમભાઈ સેઠા, ઓડિટર યાકુબ હારૂન મુલ્લા તેમજ ફારૂકભાઈ બધાટ અને યુસુફખાન શેરવાનીએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech