જામનગરના મીગ કોલોની પાસેના પાછલા તળાવમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, દરમ્યાન આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.
શહેરના મીગ કોલોની પાસે આવેલ લાખોટા તળાવમાં એક યુવાન પડી ગયો હોવાની વિગતો મળતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને સ્થાનીક તરવૈયાઓએ પાણીમાંથી યુવાનને બહાર કાઢયો હતો, દરમ્યાન ૧૦૮ની ટુકડીને જાણ કરતા સ્થળ પર દોડી આવી હતી અને તપાસ કરી યુવાનને મૃત જાહેર કર્યો હતો, મરનાર સુરેશભાઇ દેવીપુજક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું, બીજી બાજુ આ બનાવ સબંધે પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવીને તપાસ લંબાવવામાં આવી છે.