રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો ઓક્ટોબર- ૨૦૧૭ની સ્થિતિએ ફાઇનલ થયેલો નકશો હાલ અમલી: સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો નકશો ગેરમાર્ગે દોરનારો, નવા ગામો ભેળવવા કોઇ દરખાસ્ત કરી નથી કે આવી કોઇ વિચારણા પણ નથી-સીઇએ જી.વી.મિયાણી
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ભૌગોલિક કાર્યક્ષેત્રનો એક નકશો ફોરવર્ડેડ મેની ટાઇમ્સની નોટ સાથે અને રૂડા ન્યુ એરિયા મેપ તેવા શિર્ષક સાથેની ૨.૦ એમબીની પીડીએફ ફાઇલમાં વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ્સમાં વાયરલ થયો છે, દરમિયાન આ અંગે આજકાલ દૈનિક દ્વારા રૂડા કચેરીના સક્ષમ અધિકારીઓ સાથે ચર્ચા કરી ફેક્ટ ચેક કરવામાં આવતા વાયરલ થયેલો આ નકશો ખોટો અને ગેરમાર્ગે દોરનારો હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન આ અંગે રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી જી.વી.મિયાણીનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રૂડાના ભૌગોલિક કાર્યક્ષેત્ર હેઠળ આજની સ્થિતિએ ૪૮ ગામો જ સમાવિષ્ટ છે અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો ઓક્ટોબર-૨૦૧૭ની સ્થિતિએ મંજુર થયેલો નકશો હાલ અમલી છે. વ્હોટ્સ એપ તેમજ અન્ય સોશ્યલ મીડિયા ટુલ્સ-એપ્સમાં વાયરલ થયેલો નકશો નકલી અને ગેરમાર્ગે દોરનારો છે. નવા ગામો ભેળવવા માટેની કોઇ દરખાસ્ત કરી નથી કે હાલ તુરંત આવી કોઇ વિચારણા પણ નથી.
ગ્રામ્ય જમીનના ભાવ ઉંચકાવવા અને ઝડપી બિનખેતી કરાવવાના ઇરાદે કોઇ તત્વોએ આવું કૃત્ય આચર્યું હોય તેવી પ્રથમ દર્શનીય શંકા છે તેથી આ મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનરને પત્ર પાઠવી આવું કૃત્ય આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાશે.
સીઇએ મિયાણીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે રૂડાના સહી સિક્કા સાથેનો મેપ હોય તેને જ અસલ માનવો. વાયરલ થયેલા નક્શાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં કે હરખાવું નહીં. રૂડાના કાર્યક્ષેત્ર હેઠળ ૪૮ ગામો જ છે જ્યારે વાયરલ થયેલા નકશામાં ૬૮થી વધુ ગામો દર્શાવેલા છે. રૂડાનો ઓરિજિનલ મેપ અને રૂડાના કાર્યક્ષેત્ર હેઠળના ગામોનું લિસ્ટ રૂડાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
એફ.આઇ.આર.નહીં, પોલીસમાં અરજી
રૂડા દ્વારા હાલના તબક્કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે રાજકોટ શહેર પોલીસ કમિશનરને અરજી આપીને આવું કૃત્ય આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાશે તેમ સીઇએ મિયાણીએ જણાવ્યું હતું.
નકલી નકશો ફોરવર્ડ કરવો પણ ગુન્હો
રૂડાનો નકલી નકશો છેલ્લા બે દિવસથી બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, રિઅલ એસ્ટેટ એજન્ટ્સ તેમજ રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સના વિવિધ ગ્રુપમાં ધૂમ મચાવી રહ્યો હોવાની ચર્ચા છે ત્યારે ગેરમાર્ગે દોરનારો નકલી નકશો ફોરવર્ડ કરવો પણ સાયબર ક્રાઇમ હેઠળ ગુન્હો બનતો હોય જનહિતમાં આ નકશો ફોરવર્ડ કરવામાં ન આવે તે નાગરીકી જવાબદારી છે.
રૂડાની આબરૂ દાવ ઉપર ! ક્યારેય આવું બન્યું નથી
નકલી નકશો વાયરલ થતા રૂડાની આબરૂ દાવ ઉપર લાગી છે, જાણકારો સમજે જ છે કે નકલી નકશો ફરતો થવો તે સામાન્ય વાત નથી.રૂડાની સ્થાપનાના ૪૮ વર્ષના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. રૂડા તંત્રમાં કોઇ નિર્ણયો લેવાતા ન હોય તેમજ કોઇ જ અસરકારક કામગીરી થતી ન હોય તંત્રએ તેની ધાક ગુમાવી છે જેના પરિણામે આવી ઘટનાઓ આકાર લ્યે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીમાં ક્રિકેટ સટ્ટામાં યુવાનને ફસાવી હારી જતા અપહરણ કર્યાની ફરિયાદ
May 16, 2025 11:11 AMગુજરાતમાં ગન કલ્ચર રોકવા હથિયારના પરવાના ધડાધડ રદ
May 16, 2025 11:09 AM૩ કરોડના એવોર્ડ વસૂલાતના દાવા સામે ૮૯ લાખ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ
May 16, 2025 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech