પુજારા ટેલિકોમ રાજકોટના સરદારનગર મેઇન રોડ સ્થિત શોરૂમ ખાતે શાઓમીના રેડમી 25 ફાઇવજી સિરીઝ સ્માર્ટફોનનું ભવ્ય લોન્ચિંગ સફળતાપૂર્વક યોજાયું હતું. આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બૉલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ રેડમી નોટ 15 સિરીઝનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે શાઓમી ઇન્ડિયાની સિનિયર મેનેજમેન્ટ ટીમ તેમજ પુજારા ટેલિકોમના ડિરેક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોગેશ પુજારાએ જણાવ્યું કે, "રેડમી નોટ 15 સિરીઝના અદ્યતન અને પ્રીમિયમ ટેક્નોલોજી સાથેના નવા સ્માર્ટફોનની રેન્જ રાજકોટના ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગૌરવ પૂજારા ટેલિકોમ માટે વિશેષ છે અને ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે."
તેમજ કુનાલ અગ્રવાલ, હેડ ઓફ સેલ્સ, શાઓમી ઇન્ડિયાએ જણાવ્યું કે, રેડમી નોટ 15 સિરીઝ ડિઝાઇન, પરફોર્મન્સ સાથે ગ્રાહકો માટે ફ્લેગશિપ લેવલનો અનુભવ આપે છે અને પુજારા ટેલિકોમ જેવા મજબૂત રિટેલ પાર્ટનર સાથે આ લોન્ચ વધુ વિશેષ બન્યો છે."
લૉન્ચ બાદ ડેઝી શાહે રેડમી 15 સિરીઝનો જાતે અનુભવ લીધો હતો. તેમણે લાઇવ ડ્રોપ ટેસ્ટ અને વોટર ટેસ્ટ કરી ફોનની મજબૂતી અને ગુણવત્તા રજૂ કરી હતી. ફોનની ડિઝાઇન, પરફોર્મન્સ અને કેમેરા ક્ષમતાની તેમણે પ્રશંસા કરી અને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
રેડમી નોટ 15 સિરીઝ સ્માર્ટફોન માઇક્રો ક્વાડ-કર્વ્ડ કોર્નિંગ ગોરીલા ગ્લાસ વિક્ટસ 2, આઇપી69કે અને વોટર રેઝિસ્ટન્સ, 200એમપી માસ્ટરપીક્સલ કેમેરા અને શક્તિશાળી સ્નેપડ્રેગોન 7એસ ઝેન 4 ચિપસેટ જેવી અદ્યતન સુવિધાઓ સાથે પ્રિમીયમ અનુભવ આપે છે.
આ કાર્યક્રમ દરમિયાન રાજકોટના અનેક રેડમી ચાહકો અને ડેઝી શાહના ફેન્સની મોટી ભીડ ઉમટી પડી હતી, રેડમી નોટ 15 સિરીઝના સફળ લોન્ય સાથે પુજારા ટેલિકોમે ફરી એકવાર વિશ્વસનીય બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી છે. પૂજારા ટેલિકોમ ભારતની સૌથી અગ્રણી અને વિશ્વસનીય ટેક્નોલોજી રિટેલ ચેઇન તરીકે ભારતભરમાં 550થી વધુ સ્ટોર્સ સાથે આગવી ઓળખ ધરાવે છે.