સાવરકુંડલાની નાવલી નદી પર બ્રીજ બનાવવાની કામગીરી પૂરજોશમા

  • February 02, 2024 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકો નાવલી નદીને એક કાંઠેથી બીજા કાંઠે બારેમાસ આવજન જાવન કરી શકે તે માટે નદી પર બ્રીજનું સપનું સાકાર થશે આ સંદર્ભે વોર્ડ નંબર ૭ ના પ્રતિનિધી અને યુવા પત્રકાર સોહીલ શેખ દ્વારા આ વિસ્તારમાં પડતી હાલાકીને પત્ર દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆતને ધ્યાને લઇ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માત્ર કાગળ પર નહી પરંતુ ખુદ સ્થળ પર હીમાંશુભાઈ ધાનાણી, નૈમીશભાઈ રાઠોડ, અજયભાઈ ધાખડા સાથે અધિકારીઓની ટિમ સાથે જઈને લોકોની હાલાકીનો વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી તલસ્પર્શી અભ્યાસ કરીને બ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કર્યું. આમ ગણીએ તો  આ વિસ્તાર મહુવા રોડ થી કે.કે હાઈસ્કૂલ રોડની વચ્ચે આવેલ નાવલી નદી પાર કરવી એટલે લોકોને ઓળંગવો ભારે મુશ્કેલીવાળો હતો. જેની ધારાસભ્યએ ગંભીર નોંધ લઇ  જે વર્ષોથી રસ્તો ઓળંગવા માટેની થતી મુશ્કલીનો અંત લાવવા માટે આ રસ્તા પર બ્રિજ બનાવવામાં આવશે.જે  છેવાડાના વિસ્તારો મણિનગર, નેરાવિસ્તાર, બીડીકામદાર, કેવડાપરા, હાથસણી રોડ, ભાવના સોસાયટી  તેમજ સ્કૂલ કોલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ લોકો માટે અત્યંત જરૂરી બની ચૂકેલા બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ પુર જોશમાં થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application