BREAKING NEWS

દેણું થતા દંપતી-પુત્રએ કુટણખાનું ચાલુ કર્યું, રાજકોટમાં બંગાળી યુવતીને ઘરમાં રાખી દેહવ્યાપાર કરાવતા, જાણો વધુ વિગત

  • September 29, 2026 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરના મકાનમાં દરોડો પાડી અહીંથી રોકડ, નીરોધના પેકેટ, મોબાઈલ મળી કુલ રૂ. 29 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દંપતી અને પુત્રની ધરપકડ કરી ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જયારે બંગાળની યુવતીને મુક્ત કરાવી હતી.

શહેરમાં દુષ્ણ બનેલી દેહવિક્રયની પ્રવૃત્તિને અટકાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પ્રયત્નશીલ હતી. દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે, યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ વર્ધમાનનગર શેરી નં.-17, અટલ સરોવર સામે, નવો 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મંગલમ મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં મકાનના રૂમમાંથી યુવતી અને ડમી કસ્ટમર કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મકાન માલિક પ્રફુલ ચીમનભાઈ જાદવ (ઉવ 54), યસ પ્રફુલભાઈ જાદવ (ઉવ 25) અને દર્શનાબેન પ્રફુલભાઈ જાદવ (ઉવ 51)ની ધરપકડ કરી રોકડ રૂ.૧૯૬૪૦, કોન્ડોમના પેકેટ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.29,640 નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો સામે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલ શખસ પ્રફુલ જાદવ અગાઉ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલ હતો પણ ધંધામાં નુકસાની આવતા દેણું થઇ જતાં પ્રફુલ જાદવે પત્ની અને પુત્ર સાથે મળી પોતાના મકાનમાં જ છેલ્લા એકાદ વર્ષથી કુટણખાનું શરૂ કર્યું હતું. તે અહીં યુવતી રાખી બહારથી ગ્રાહક બોલાવી શરીર સંબંધ બાંધવા પેટે રંગીન મિજાજીઓ પાસેથી રૂ. 1500 વસુલતો હતો. પોલીસે અહીંથી બંગાળની યુવતીને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ કામગીરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ પી.એન.પઢીયાર, પીએસઆઈ એસ.પી.ચૌહાણ, એએસઆઈ અજયભાઇ શુક્લા, સલીમભાઈ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, જ્યોતિબેન બાબરીયા, ભૂમિકાબેન ઠાકર, સૂર્યકાન્તભાઈ જાદવ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News