BREAKING NEWS

ધોળા દિવસે મોબાઈલની દુકાનમાં ઘૂસી વેપારીની હત્યા, અજાણ્યા શખ્સે છરીથી રહેંસી નાખ્યા, જુનાગઢના માણાવદરમાં ઘટના

  • August 20, 2026 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મોબાઈલની દુકાનમાં વેપારીની સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ સનસનાટીભર્યા બનાવને પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.


મળતી માહિતી મુજબ, મૃતક વેપારી પોતાની મોબાઈલની દુકાને હાજર હતા ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સે તેમના પર છરી વડે આડેધડ હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે લોહીલુહાણ થયેલા વેપારીનું ટૂંકી ક્ષણોમાં જ ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ગુનો આચર્યા બાદ આરોપી તુરંત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.


બનાવની જાણ થતાં જ માણાવદર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા પાછળનું સાચું કારણ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો, તે અંગે પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીને ઝડપી પાડવા ચારેય તરફ નાકાબંધી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application