ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટેની સામાન્ય અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે આગામી તા ૭મી મે ના મતદાન યોજાનાર છે. આ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શ થઈ ચૂકી છે. આજે ઉમેદવારી નોંધાવવા માટેનો અંતિમ દિવસ હતો આવતીકાલે ઉમેદવારી પત્રોમાં ચકાસણી હાથ ધરવામાં આવશે
અત્યાર સુધી લોકસભા માટે ૨૩૩ અને વિધાનસભા માટે ૨૨ ઉમેદવારી પત્રો ભરાયા છે.જેમાં ભાજપ અને કોંગ્રેસ આપ અને અપક્ષ તરફથી ઉમેદવારી પત્રો ભરાયા છે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાની ઉમેદવારી ૧૨: ૩૯એ નોંધાવી હતી.
લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપચં દ્રારા ઉમેદવાર દ્રારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા ૯૫ લાખ નિયત કરવામાં આવી છે રાષ્ટ્ર્રીય નેતાઓના રોડ શો પાછળનો ખર્ચ લાખોમાં થતો હોવાથી ભાજપે આ વખતના રોડ શોના દિવસે ફોર્મ ભરવાના બદલે એક દિવસના અંતરાલે અર્થાત બીજા દિવસે ફોર્મ ભરવાની રણનીતિ અપનાવી હોવાથી ગઈકાલે અમિત શાહે ગાંધીનગરમાં અને નવસારીમાં સી.આર.પાટીલનેે પોતાની રોડ શો કર્યા હતા ને આજે તેઓ તેમની ઉમેદવારી નોંધાવી છે ગઈકાલે ભાજપમાંથી અમરેલીમાં ભરતસિંહ સુતરિયાએ ફોર્મ ભયુ હતું આજે જામનગર લોકસભા વિસ્તારમાં ભાજપના પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત ગઈકાલે કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.પ્રભા તાવિયાડ દાહોદમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પાટણમાં ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદરની બેઠક પર કોંગ્રેસના હરિભાઈ કણસાગરા અને ભાજપમાંથી અરવિંદ લાડાણીએ ફોર્મ ભયુ હતું તો સાબરકાંઠામાં ભાજપમાંથી બળવો કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે 03:00 વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવવાની છે જો ઉમેદવારી નોંધાવવા માટે ઘસારો થાય તો ટોકન સિસ્ટમ અપ્નાવવા દરેક ચૂંટણી અધિકારીને ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech