કોડીનાર માઢવાડ બંદરના ખારવા સમાજ તેમજ કોળી સમાજના માછીમારો એ ધંધા રોજગાર બધં પાળ્યા ફિશીંગ બધં કરી માછીમાંરોએ વિશાળ રેલી યોજી જેતપુર ટેકસટાઇલ ઉધોગના ઝેરી પાણી અને પોરબંદર સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા અંગે કોડીનાર મામલતદાર નેઆવેદનપત્ર પાઠવ્યું..સામાન્ય રીતે ચોમાસા અને સાઈકલોન સમયે દરિયા માં ફિશીંગ બધં કરવામાં આવે છે પરંતુ ન તો ચોમાસા ની સીઝન છે કે ન તો સમુદ્ર મા તોફાન છતાં સમુદ્ર માં માછીમાંરો દ્રારા ફિશીંગ બધં રાખવામાં આવ્યું છે અને માઢવાડ બંદરથી કોડીનાર ખાતે આવી માઢવાડ સમસ્ત ખારવા સમાજ પટેલ લાલજીભાઈ લખમભાઈ ગોહેલ તેમજ માઢવાડ કોળી સમાજ પટેલ કાલિદાસભાઈ ભગવાનભાઈ વંશની આગેવાનીમાં રેલી યોજી કોડીનાર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું છે માછીમારોએ જણાવ્યું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેકટરીઓનું કેમિકલ છે તે સમુદ્રમા નાખવાનું આયોજન છે જેના કારણે ધંધા રોજગાર પર ભારે અસર પડશે આમપણ હાલ સમુદ્ર માં માછીમારોને પૂરતી માછલી નથી મળતી અને કેમિકલ ઠાલવાસે તો માછીમારો બે રોજગાર બની જશે.અત્રે ઉલ્લ ેખનીય છેકે રાય ભરના તમામ બંદરો પર માછીમાંરો એ બધં પાણી આવેદન પાત્ર પાઠવ્યા છે જો કે માછીમાટે ની માંગ નહિ સંતોષાય તો આગામી દિવસો માં મહા આંદોલન ના ભણકારા વાગી રહ્યા છે
જો સરકાર નજર અંદાજ કરશે તો કોર્ટમાં જશુ: જીતુભાઈ
માછીમાર સમાજ નેતા જીતુભાઈ કુહાડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ૭ પ્લાનને સમુદ્ર મા.કેમિકલ યુકત પાણી ઠાલવવવાની મંજૂરી ભૂતકાળ માં મળેલી છે એ સાત પ્લાનનાં કારણે સમુદ્ર મા ભારે નુકશાન થઈ રહયું છે હવે જેતપુરનાં ૭૦૦ પ્લાનને મંજૂરી આપવામાંઆવી છે જો તે કેમિકલ યુકત પાણી છોડશે તો માછીમારો પાયમાલ થઈ જશે.ભારતમાં ૫ હજાર કંપનીને મંજૂરી આપવાની વાત થય રહી છે જો એવું બનશે તો આખા દેશ ના સમુદ્રને અસર થવાની છે સરકારને ૬૨ હજાર કરોડ હંડિયામણ આપીએ છીએ. જીડીપીમાં માચીમારીના ૨ ટકા ઉપરનો ગ્રોથ છે જેથી સરકાર નજર અંદાજ કરશે તો અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવીશું પણ આં કેમિકલ યુકત પાણી સમુદ્ર મા નહિ છોડવા દઈએ તેમ અંતે જીતુભાઈએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech