BREAKING NEWS

બારની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા

  • December 04, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ બાર એસોસિએશનની ૨૦૨૫-૨૬ની તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ આજે વિજય વિજય મુહૂર્તમાં સિનિયર જુનિયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલના વકીલો વચ્ચે પ્રવર્તતી જૂથબંધીના માહોલ વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણી સંદર્ભે ભાજપ લીગલ સેલના હોદ્દેદારો પ્રેરિત સમરસ પેનલ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. તેમાં પ્રમુખપદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુના નેજા હેઠળ ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરીમાં મેહુલ વી. મહેતા, જોઈન્ટ સેક્રેટરીમાં સંદિપ વેકરીયા, ટ્રેઝરર મહિલા અનામત રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરીમાં સાગર હપાણી, તથા ૭ બિન અનામત કારોબારી સભ્યપદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ ૩ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયાએ સિનિયર જુનીયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં હાજરીમાં આજે બપોરે ૧૨:૩૯ કલાકે વિજય મુહર્તમાં ચુંટણી કમિશનર સમક્ષ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

આરબીએ પેનલની ટીમ આવતી કાલે ફોર્મ ભરશે

બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાના હોય જેમાં ભાજપ લીગલ સેલ નાજ વકીલો દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જેમાં આજે સમરસ પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવી છે.જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ અને બાર એસોસિએશનના હાલના પ્રમુખ પરેશ મારુંના નેજા હેઠળ આરબીએ પેનલમાંથી પ્રમુખ પદના ઉમેદવાર સુમિત વોરા, ઉપ પ્રમુખ માટે બિમલ જાની, સેક્રેટરી પદ પર નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી માટે જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર પદના ઉમેદવાર પ્રગતિ માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત સભ્ય નિશાબેન લુણાગરિયા મિનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય, કારોબારી સભ્ય પદે સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયા આવતી કાલે બપોરે ૧૨:૩૯ કલાકે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application