રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક પાસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂપિયા 1.53 લાખના દારૂના જથ્થા સાથે ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરમાં રહેતા શખસ પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી દારૂનો જથ્થો કાર સહિત કુલ રૂપિયા 9.54 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરેન્દ્રનગરના શખસને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસાઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા, દીપકભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્ક શેરી નંબર 8 પાસેથી શંકાસ્પદ હાલતમાં અર્ટીગા કાર ઝડપી લીધી હતી.
પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા 1,53,600 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારચાલકની ઝડપી લીધો હતો. પૂછતાછ કરતા તેનું નામ સુનીલ ઉર્ફે ભોલો સંતોષભાઈ દુબે (ઉ.વ 33 રહે. ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નંબર 36, પામ સિટીની બાજુમાં, સાધુવાસવાણી રોડ) હોવાનું માલુમ પડ્યું હતું. ડ્રાઇવિંગ કામ કરનાર અ શખસ સુરેન્દ્રનગરમાં રહેતા જગદીશ ઉર્ફે જગો રબારી પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યો હોવાનું માલુમ પડતા પોલીસે બંને સામે ગુનો નોંધી દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન અને અર્ટીગા કાર નંબર જીજે 3 એમ.આર 6067 સહિત કુલ રૂપિયા 9,54,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી સુનિલ ઉર્ફે ભોલા સામે અગાઉ રાજકોટના પ્ર.નગર, યુનિવર્સિટી, ભક્તિનગર, ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ સ્ટેશનમાં મારામારી, દારૂ, જાહેરનામા ભંગ સહિત કુલ સાત ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે દારૂ પ્રકરણમાં અન્ય આરોપી જગદીશ ઉર્ફે જગાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech