ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ નજીકથી કારમાં ૨૫૨ બોટલ દારૂના સાથે જામનગરના બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 4.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે જામનગરના કરણ નામના શખસનું નામ ખુલ્યું હતું.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ સી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ પાંભર, કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરા સંજયભાઈ અલગોતર, કરણભાઈ કોઠીવાળ, પોપટભાઈ ગમારા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે અમદાવાદ હાઈવે પર રોંગ સાઈડના પુલના ખૂણે ચાની હોટલ પાસે રોડની સાઈડમાં સિલ્વર કલરની હોન્ડા ઝાઝ કાર નંબર જીજે-૧ આર.વી 4473 પડી છે. જેમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી કારમાં સવારે બે શખસોની પૂછતાછ કરતા તેના નામ કરણ ગોવર્ધનભાઈ રાજાણી (ઉ.વ 28 રહે. જી.જી હોસ્પિટલ પાછળ, રામેશ્વરનગર, પટેલ કોલોની, જામનગર) અને કિશોર રમેશભાઈ ભારગીયા(ઉ.વ 24 રહે. ગુરુદ્વારા ચોકડી, લીમડા લઈન, દયાસાગર એપાર્ટમેન્ટ, જામનગર) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા 3.17 લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને શખસોની પુછતાછ કરતાં દારૂનો આ જથ્થો જામનગરમાં ગુલાબનગર સાધુવાસવાણી એપાર્ટમેન્ટમાં રહેતા કરણ નારણભાઈ ચેલારામાણી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી જામનગરના કરણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech