જામનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી

  • May 07, 2024 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરુ


જામનગર જિલ્લામાં આજે સવારે ૭ વાગ્યાથી  લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે.મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ , યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા છે. 


૧૨-જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ ૧૮૮૧ મતદાન મથકો આવેલા છે. જેમાંથી જામનગર જિલ્લાના-૫ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૧૨૪૭ મતદાન મથકો છે. જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application