ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા ટુંક સમય માં ખુબ મોટા પ્રમાણ માં વરસાદી પાણી બચાવો અભિયાન નું કાર્ય થયેલ જે ભારત સરકાર ના જળ બોર્ડ સુધી માહિતી પહોયતા સંસ્થા ની કાર્ય પદ્ધતિ સંપૂર્ણ દેશના દરેક રાયમાં પહોંચે તેના માટે દિલ્હી જળ બોર્ડ દ્રારા દેશના સિંચાઈ વિભાગના અધિકારીઓની ૨પ અપ્રિલના રોજ મીટીંગનું આયોજન થયેલ જેમાં સમગ્ર ભારત માંથી માત્ર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્રારા થયેલ કાર્ય પદ્ધતિની સંપૂર્ણ માહિતી આપેલ. જો આ રીતે સમગ્ર દેશમાં લોકો વરસાદી પાણીના જતન માટે જાગૃત થઇને જોડાઈ જાય તો સમગ્ર દેશ પાણી માટે આત્મનિર્ભર બની જાય.
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા સમગ્ર દેશમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે સતત કાર્યશીલ છે. જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા અલગ અલગ જિલ્લ ાઓમાં પાણી બચાવા માટે ગામડે ગામડે જઇ અને શહેરની સોસાયટીમાં મિટિંગોનું આયોજન કરીને વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણીનું મહત્વ સમજાવી સંપૂર્ણ લોક ફાળાથી હિટાચી મશીન, જેસીબી, એજેક્ષ મશીન, ટ્રેકટર જેવા સાધનો અને રોકડ રકમ દાન સ્વપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને મળવાથી ૨૫૦થી વધુ ચેકડેમ રીપેરીંગ, ઐંડા અને ઐંચા બનાવવામાં આવેલ છે. તેમજ ૭૦૦થી વધુ રિચાર્જ બોર કરવામાં આવેલ છે. જેનાથી ખુબ મોટા પ્રમાણમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂત અને દેશની આર્થિક સમૃધ્ધિમાં વધારો થાય છે સાથે સાથે પર્યાવરણની રક્ષા થવાથી પશુ–પક્ષી, જીવ–જંતુનું રક્ષણ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech