ઓખા ખાતે સૌરાષ્ટ્ર્ર મેલ અને નાથદ્રારાની ટ્રેનોના આગમન સમયમાં ફેરફાર
ઓખા ખાતે સૌરાષ્ટ્ર્ર મેલ અને નાથદ્રારાની ટ્રેનોના આગમન સમયમાં ફેરફાર
August 18, 2026 02:44 PM
સંચાલન સંબંધિત (ઓપરેશનલ) કારણોસર ઓખા સ્ટેશને આવતી સૌરાષ્ટ્ર્ર મેલ અને નાથદ્રારાની ટ્રેનોના આગમન સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાએ જણાવ્યા મુજબ: ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર્ર મેલનો ઓખા સ્ટેશને વર્તમાન આગમન સમય ૧૪:૨૦ વાગ્યાનો છે, જેને ૩૦ મિનિટ વધારીને ૧૪:૫૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ સુધારેલો સમય તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેન નંબર ૧૯૫૭૬ નાથદ્રારા ઓખા એકસપ્રેસનો ઓખા સ્ટેશને વર્તમાન આગમન સમય ૧૮:૫૦ વાગ્યાનો છે, જેને ૨૦ મિનિટ વધારીને ૧૯:૧૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે. આ સુધારેલો સમય ૨૦ ઓગસ્ટ ૨૦૨૬થી નાથદ્રારાથી ઉપડતી ટ્રેન પર લાગુ થશે. નોંધનીય છે કે બંને ટ્રેનોના સમયમાં ફેરફાર માત્ર ઓખા સ્ટેશને તેમના આગમન માટે જ કરવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન સિવાય અન્ય કોઈ પણ સ્ટેશને આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી