BREAKING NEWS

છઠ પૂજામાં રૂ.૬૫ હજાર કરોડનો વ્યાપાર થયો બિહારમાં જ રૂ.૨૦ હજાર કરોડનો ધંધો નોંધાયો

  • November 16, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેશભરમાં ઉજવાયેલા છઠ મહાપર્વે આ વર્ષે વેપારના નવા વિક્રમો સજ્યર્િ છે. વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અંદાજ પ્રમાણે છઠ પૂજા દરમિયાન સમગ્ર દેશમાં રૂ. 65 હજાર કરોડથી વધુનો વેપાર થયો છે. તેમાં સૌથી વધુ રૂ. 20 હજાર કરોડનો વેપાર એકલા બિહારમાં થયો હોવાનું સંગઠને જણાવ્યું છે. છઠ પૂજાને કારણે ખેડૂતો, નાના વેપારીઓ, કુટિર ઉદ્યોગો અને પરંપરાગત કારીગરોને મોટો આર્થિક લાભ થયો છે.



કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશભરમાં લગભગ 11 કરોડ લોકોએ છઠ મહાપર્વની ઉજવણી કરી છે. બિહાર, ઝારખંડ, દિલ્હી અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. જોકે હવે દેશના અન્ય રાજ્યોમાં પણ છઠ પૂજાની ઉજવણી મોટા પાયે થવા લાગી છે.



વેપારીઓના સંગઠનના અંદાજ પ્રમાણે બિહારમાં રૂ. 20 હજાર કરોડ, દિલ્હીમાં રૂ. 12 હજાર કરોડ અને ઝારખંડમાં રૂ. 7 હજાર કરોડનો વેપાર થયો છે. દેશનાં અન્ય રાજ્યોમાં મળીને લગભગ રૂ. 26 હજાર કરોડનો વેપાર થવાનો અંદાજ આપવામાં આવ્યો છે.
છઠ પૂજામાં ફળો, શાકભાજી, અનાજ, શેરડી, નાળિયેર, પૂજાસામગ્રી, વાંસની ટોપલીઓ, કપડાં અને અન્ય પરંપરાગત ચીજવસ્તુઓની મોટા પાયે ખરીદી કરવામાં આવે છે.

આથી તહેવારનો સીધો લાભ માત્ર મોટા વેપારીઓને નહીં, પરંતુ નાના દુકાનદારો અને ગામડાંના ઉત્પાદકોને પણ મળે છે.ખાસ કરીને વાંસની ટોપલીઓ, સૂપડાં અને પૂજામાં વપરાતી અન્ય ચીજવસ્તુઓ બનાવતા કારીગરો માટે છઠ પૂજા આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે. મહિલાઓ દ્વારા સંચાલિત નાના વ્યવસાયો અને ઘરઆધારિત ઉત્પાદન એકમોને પણ આ તહેવારથી વેપાર મળે છે.સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તરપ્રદેશ છઠ પૂજાનાં મુખ્ય કેન્દ્રો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application