ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ આજે રાજકોટ શહેરની મુલાકાત દરમિયાન શહેર ઉપર વિકાસ વર્ષા કરી હતી જેમાં મુખ્યત્વે રાજકોટ શહેરના પાણી પુરવઠા માટે અત્યંત મહત્વની એવી રાજકોટ શહેરથી ભાદર-૧ ડેમ સુધી રૂ.૧૪૮ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્યમંત્રીના હસ્તે યોજાયો હતો.
રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત સંતોષવા આજથી ચાલીસેક વર્ષ પૂર્વે રાજકોટથી ભાદર ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી હતી જે હાલ જુની અને જર્જરીત થઈ ગઇ હોય તેમ અવાર નવાર લિકેજ થતું હતું અને તેના કારણે રાજકોટ શહેરમાં અવાર નવાર પાણી વિતરણ ખોરવાઈ જતું હતું જેથી આ પાઈપલાઈનનું શિફ્ટિંગ કરી નવી પાઇપલાઇન નાખવા નિર્ણય લેવાયો હતો. ગુજરાત રાજ્ય સરકારની સંપૂર્ણ આર્થિક સહાયથી સાકાર થનારા આ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ચાર પેકેજમાં કામ આપવામાં આવ્યું હતું, આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરીને રાજકોટ શહેર તેમજ આ પાઇપલાઇનમાંથી પાણી મેળવતા પાણી પુરવઠા જૂથ યોજના હેઠળના ગામોનો પાણી પ્રશ્ન ઉકેલ્યો હતો.
રાજકોટથી ભાદર ડેમ સુધીની પાઇપલાઇનના શીફ્ટીંગ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં ભાદર-૧ ડેમની જુની પાઇપલાઇનના સ્થાને ગોંડલ નેશનલ હાઇવે ઉપર કુલ રૂ.૧૪૮.૮૨ કરોડના ખર્ચે ૪૩.૧૧ કિ.મી. વિસ્તારની પાઇપલાઇન નવી નાખવામાં આવનાર છે. આ કામથી શહેરીજનોને પીવાનું શુધ્ધ અને પુરતા ફોર્સ સાથે પાણી વિતરણ કરી શકાશે તેમજ લાઇન/વાલ્વ લીકેજ, વોટર લોસના પ્રશ્નો હલ થશે.
રાજકોટ શહેરમાં આજે સવારે ૧૦-૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન થયું હતું અને ત્યારબાદ તેમણે સૌપ્રથમ રાજકોટ મહાપાલિકા દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે આયોજિત રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રીના હસ્તે સવારે ૧૧ કલાકે પુ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ
(૧) ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક નજીક વોર્ડ નં.૧માં સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલ
(૨) વાવડી હેડ વર્કસ ખાતે ૪.૯૩ કરોડના ખર્ચે ૧૨.૧૭ એમએલના પાણીના ટાંકાનું
લોકાર્પણ
(૩) વોર્ડ નં.૩માં જયુબેલી ગાર્ડન સંકુલમાં ૪.૫૮ કરોડના ખર્ચે રિનોવેટેડ અરવિંદભાઇ મણિયાર હોલનું લોકાર્પણ
(૪) પૂર્વ રાજકોટ વિસ્તારમાં ૩૫ લાખના ખર્ચે ડેવલપ કરાયેલા યોગ સ્ટુડિયોનું લોકાર્પણ લોકાર્પણ
(૫) વોર્ડ નં.૩માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ૩- બ ની ૩૩ લાખના ખર્ચે નવનિર્મિત વોર્ડ ઓફિસનું લોકાર્પણ
(૬) વોર્ડ નં.૩ માં બેડીનાકા ખાતે ૩૦ લાખના ખર્ચે નવનિર્મિત ૩-અની વોર્ડ ઓફિસનું લોકાર્પણ
મુખ્યમંત્રીના હસ્તે થયેલા ખાતમુહૂર્ત
(૧) મધ્ય રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવા રાજકોટ શહેરથી ભાદર-૧ ડેમ સુધી ૧૪૮.૮૨ કરોડના ખર્ચે ૪૩.૧૧ કિમી લંબાઇની નવી પાઇપલાઇન નાખવાનું ખાતમુહુર્ત
(૨) પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.૧માં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં રૂ.૪૪.૨૮ કરોડના ખર્ચે ૨૫૨ વ્યક્તિની ક્ષમતા સાથેની વર્કિંગ વુમન હોસ્ટેલનું ખાતમુહૂર્ત
(૩) પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.૩ના માધાપર વિસ્તારમાં કુલ રૂ.૩૧.૭૫ કરોડના ખર્ચે પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત
(૪) પશ્ચિમ રાજકોટના ન્યૂ રિંગ રોડ ઉપર કટારીયા ચોક-કાલાવાડ રોડથી કણકોટ ચોક સુધીનો રોડ રૂ.૩૧.૦૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાના કામ (પેકેજ-૩)નું ખાતમુહૂર્ત
(૫) પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કીમ નં.-ર૭, એફ.પી.નં.-ર(બી.)માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડીંગ પાસે ૨૬.૯૭ કરોડના ખર્ચે નવા કોમ્યુનીટી હોલનું ખાતમુહુર્ત
(૬) પૂર્વ રાજકોટમાં ઉપલાકાંઠે વોર્ડ નં.૬માં ભાવનગર રોડ ઉપર બેડીપરા વિસ્તાર આવેલ ફાયર સ્ટેશનનું રૂ.૨૬.૦૬ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાના કામનું ખાતમુહૂર્ત
(૭) પશ્ચિમ રાજકોટના ન્યારી-૧ ડેમ ખાતે રૂ.૨૧.૯૦ કરોડના ખર્ચે ૧૫૦ એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવાનું ખાતમુહુર્ત
(૮) પશ્ચિમ રાજકોટના મવડી વોર્ડ નં.૧રમાં ટીપી સ્કીમ નં.૧૫ (વાવડી), એફ.પી.નં.-ર૦(એ)માં તપન હાઇટ્સ પાસે રૂ.૨૦.૦૬ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવાનું ખાતમુહુર્ત
(૯) પશ્ચિમ રાજકોટમાં ન્યારા હેડ વર્કસ ખાતે ૧૮.૧૭ કરોડના ખર્ચે ૩૪.૨૭ એમએલનો પાણીનો ટાંકો બનાવવાનું ખાતમુહૂર્ત
(૧૦) પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.-ર૭માં આવેલ એફ.પી.નં.-૧૯/એ.માં ૧૫.૯૮ કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવાનું ખાતમુહુર્ત
(૧૧) પશ્ચિમ રાજકોટમાં વોર્ડ નં.૩માં સફાઇ કામદારો માટે રૂ.૮.૭૦ કરોડના ખર્ચે જામનગર રોડ ઉપર કોમ્યુનિટી હોલ નિર્માણનું ખાતમુહુર્ત
(૧૨) પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમના પેવિલિયનનું રૂ.૬.૧૧ કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત
(૧૩) પશ્ચિમ રાજકોટના મુંજકા હેડવર્કસ ખાતે રૂ.૫.૫૩ કરોડના ખર્ચે ૧૦.૫ એમ.એલ. કેપેસીટીનો પાણીનો નવો ટાંકો બનાવવાનું ખાતમુહુર્ત