BREAKING NEWS

પોકસોના ગુનામા ઓબ્ઝર્વેસન હોમમાંથી ફરાર બાળ આરોપીએ મોરબીથી પકડાયો

  • October 07, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પાલિતાણા પોલીસ સ્ટેશનમાં પોકસોના ગુનો હેઠળ ઝોનલ ઓબ્ઝર્વેસન હોમમાંથી ફરાર બાળ આરોપીને પેરોલ ફર્લો સ્કોવડની ટીમે મોરબીથી પકડી પાડ્યો હતો.જ્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયો હોય તેને જૂનાગઢથી પકડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરી હતી.

શહેરમાં પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાના પગલે પેરોલ ફર્લો સ્કોવડના પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. જી.તેરૈયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પાલિતાણા પોલીસ સ્ટેશનમાં પોસ્કોના ગુનામાં બાળ આરોપીને ઝોનલ ઓબ્ઝર્વેસન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી ભક્તિનગર પોલીસ સ્ટેશન રોડ ખાતે રાખવામાં આવ્યો હોય જે ગત તા. ૦૩/૦૫ ના રોજ નાશી ગયો હતો. પોલીસને આ બાળ આરોપી મોરબીમાં હોવાની બાતમી મળતા બાળ આરોપીને શાંતુભુવન સોસાયટી, ત્રિમંદિર પાસે નવલખી રોડ પરથી પકડી પાડ્યો હતો. પોલીસે બાળ આરોપીને પકડી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમની અન્ય કામગીરીમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ કેદી નિઝામ ઉર્ફે નાસીર બાબુભાઈ સુમરા(ઉં વ.૫૮)(મૂળ ગામ ભવાની શેરી ૦૫, રામનાથ પરા રાજકોટ, હાલ રહે વાજા નગર મેન રોડ, ભારતીબેન ની પાસે, માસુમસા પીરની દરગાહ પાસે જુનાગઢ) પેરોલ પર હોય. જે પેરોલ પૂરી થતા ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે બાતમીના આધારે જુનાગઢ ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલવા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પી.આઈ. ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પી. એસ. આઇ. જે.જી.તેરૈયા, એ.એસ.આઇ ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, લાલજીભાઈ ડાંગર, વિનોદભાઈ એમ.બેરડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સિરાજભાઈ ચાનીયા, રોહિતભાઈ કછોટ, જયદીપસિંહ બોરાણા, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, દિનેશભાઈ વાળા, દોલતસિંહ રાઠોડ અને પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ સાથે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application