અવકાશની દુનિયામાં પોતાની તાકાત સાબિત કરનાર ચીન વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના વૈજ્ઞાનિકો ચંદ્રમાંથી હિલિયમ કાઢીને પૃથ્વી પર લાવવા માટે મેેટિક સ્પેસ લોન્ચર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ લોન્ચર ૧.૫ લાખ કરોડ પિયામાં તૈયાર થશે. જેના દ્રારા ચંદ્રની રોશની પૃથ્વી પર લાવી શકાશે.
આ સ્પેસ લોન્ચરને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તે ચંદ્રની સપાટી પર જઈ શકે અને ત્યાંથી હિલિયમ–૩ અને અન્ય મૂલ્યવાન સંસાધનો પૃથ્વી પર મોકલી શકે. આ લોન્ચરનું વજન ૮૦ મેટિ્રક હશે. તેનો ઉપયોગ ચંદ્રની સપાટી પર હાજર આઇસોટોપ હિલીયમ–૩ કાઢવા માટે કરવામાં આવશે.
જો કે, આ ચાઈનીઝ લોન્ચર કયારે તૈયાર થશે અને કયારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે આ યોજના રશિયા અને ચીનના સંયુકત અંતરિક્ષ કાર્યક્રમ સાથે સંબંધિત હોઈ શકે છે. આ કાર્યક્રમમાં બંને દેશોએ ૨૦૩૫ સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક રિસર્ચ સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.
આ લોન્ચરની વાત કરીએ તો તેને એવી રીતે બનાવવામાં આવશે કે તે ચંદ્રની સપાટી પર ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી ટકી શકે. લોન્ચર કામ કરવા માટે માત્ર વીજળીનો ઉપયોગ કરશે અને આ વીજળી પરમાણુ અને સૌર ક્રોતોમાંથી મેળવવામાં આવશે. પૃથ્વી તરફ અવકાશ સામગ્રી ફેંકવા માટે ચંદ્રના ઉચ્ચ શૂન્યાવકાશ અને નીચા ગુત્વાકર્ષણનો ઉપયોગ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech