ગયા અઠવાડીએ વિદેશમંત્રીએ ચીન સાથે મોટા ભાગના મુદ્દે સમજુતી થઈ હોવાનું અને સૈનિકો પાછા ખેંચાઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું તેની વિરુધ્ધ વાસ્તવિકતા એવી છે કે, ભારત ચીન પર ભરોસો કરી શકે તેમ નથી તેથી ચીન સરહદે સૈનિકોની તૈનાતી ચાલુ રાખશે.
છેલ્લા ચાર વર્ષથી લદ્દાખમાં ચીન સાથે સરહદ પર તણાવની સ્થિતિ છે, કારણ કે ચીન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી અને સમયાંતરે હિંમત દાખવી દુસ્સાહસ કરી રહ્યું છે. ૨૦૨૦માં ગલવાનમાં થયેલી હિંસા બાદથી ભારત અને ચીન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે અને સરહદ વિવાદને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ ચીન અવાર–નવાર દગો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી ભારત સતત પાંચમા વર્ષે શિયાળામાં પૂર્વીય લદ્દાખ અને અણાચલ પ્રદેશ–સિક્કિમના મુશ્કેલ વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએલી) પર સૈનિકોની આગળ તૈનાતી જાળવવાની તૈયારીઓમાં સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી રહ્યું છે.
સરહદ વિવાદને ઉકેલવા માટે ચીન સાથે રાજકીય અને રાજદ્રારી વાટાઘાટો દ્રારા મતભેદો ઘટાડવાના સંકેતો હોઈ શકે છે, પરંતુ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સાથે જમીની સ્તરે વિશ્વાસનો અભાવ ખૂબ જ વધારે છે. ટીઓઆઈના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન જે રીતે પોતાની અગ્રીમ સૈન્ય સ્થિતિને મજબૂત કરવાની સાથે ૩૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર 'સ્થાયી સુરક્ષા' અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખેલ છે, તે સ્પષ્ટ્ર છે કે પીએલએ નજીકના ભવિષ્યમાં તેની મૂળ સ્થિતિ પર પરત આવી શકશે નહીં.
સેના દ્રારા 'ઉનાળાથી શિયાળાની સ્થિતિ'માં પરિવર્તનની સાથે સીમા પર તૈનાત વધારાના સૈનિકો માટે મોટા પ્રમાણમાં વિન્ટર સ્ટોરેજની પ્રક્રિયા ચાલી રહી છે. જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી અને દળના સાત કમાનના કમાન્ડર–ઈન–ચીફ ૯ અને ૧૦ ઓકટોબરના રોજ ગંગટોક (સિક્કિમ)માં યોજાનારી બેઠકમાં ઓપરેશનલ પરિસ્થિતિની સમીક્ષા કરશે.
ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સૈન્ય ગતિરોધને સમા કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે. તેમાં સંભવિત સફળતાની વાત ગત કેટલાક મહિનામાં અનેક દ્રિપક્ષીયરાજકીય– રાજનૈતિક વાટાઘાટોને કારણે વધી છે. તેમાં ભારત–ચીન સીમા પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન માટે કાર્ય તંત્રની ૩૦મી બેઠક ૩૧ જુલાઈ અને ૩૧મી બેઠક ૨૯ ઓગસ્ટના યોજાઈ હતી. તે બાદ રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશી મંત્રી વાંગ યીની વચ્ચે સેંટ પીટર્સબર્ગમાં બ્રિકસ બેઠક દરમ્યા ૧૨ સપ્ટેમ્બરના એક બેઠક પણ યોજાઈ હતી.
જો કે, હરીફ આર્મી કોપ્ર્સ કમાન્ડરોએ ૧૯ ફેબ્રુઆરીએ પોતાના ૨૧મી રાઉન્ડના વાટાઘાટો કર્યા હતા. ત્યારે ચીને ફરી એકવાર દામચોક નજીક વ્યૂહાત્મક રીતે મહત્વના ડેપસાંગ અને ચેરીંગ નિંગલુંગ નાલા ટ્રેક જંકશન પર ચાલી રહેલા બે મોટા સ્ટેન્ડઓફને દૂર કરવાના ભારતના પ્રયાસને નકારી કાઢો હતો. એક વરિ અધિકારીએ કહ્યું કે, 'જો ડેપસાંગ અને દામચોકમાં વિઘટન થાય છે, તો તે ફકત પ્રથમ પગલું હશે. યાં સુધી સ્થિતિ પહેલાની સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે સૈનિકોને ડી–એસ્કેલેશન અને ડી–ઇન્ડકશન નહીં થાય ત્યાં સુધી જોખમ રહેશે.
ગલવાન ઘાટી, પૈંગોંગ ત્સ–કૈલાશ રેંજ અને ગોગરા–હોટ સ્પ્રિંગ્સમાં સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી સૈનિકોના પરત ફર્યા બાદ બફર જોન બનાવવાની સાથે સાથે દેપસાંગ અને ડેમચોકમાં ટકરાવનો મતલબ છે કે, ભારતીય સૈનિક પોતાના ૬૫ પેટ્રોલિંગ પોઈન્ટસ(પીપી)માંથી ૨૬ સુધી પહોંચી શકશે નહીં, જે ઉત્તરમાં કોરાકોરમ પાસેથી શ થઈને પૂર્વી લદાખમાં દક્ષિણમાં ચુમર સુધી જાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બફર ઝોન પણ માત્ર કામચલાઉ વ્યવસ્થા માટે હતા. ચીન સતત ગેરવાજબી માંગણી કરી રહ્યું છે અને લાંબા સમયથી રાહ જોવાની રમત રમી રહ્યું છે. ભારતે ચીનની જાળમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech