BREAKING NEWS

ચોટીલા: આણંદપુર હાઈવે પર મસમોટા ખાડાઓ ના.કલેકટર, ધારાસભ્યે સમારકામના આદેશ આપ્યા

  • May 27, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા–જસદણ જતા આણંદપુર નેશનલ હાઇવે પર મસ મોટા ખાડાઓને કારણે સર્જાયેલી જોખમી સ્થિતિ અને અકસ્માતની સંભાવના સમાન બનતા નાયબ કલેકટર અને ધારાસભ્ય એકશન મોડમાં આવી સંયુકત સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરવા જવાબદાર વિભાગને કડક સૂચના આપી અકસ્માત મુકત પ્રવાસ બને અને નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તત્રં એ કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સબ ડિવિઝન વિસ્તારમાં ચોટીલા જસદણ તરફના માર્ગ ઉપર સતત ટ્રાફિક રહે છે જેમા ચોટીલાથી આણંદપુર સુધીનો હાઇવે રોડ જરીયાતના પ્રમાણમાં ટૂકો પડી રહ્યો છે તેમજ આ રોડ ઉપર અનેક ઠેકાણે મોટા ખાડા અને બાવળોના ઝૂંડ ને કારણે અકસ્માતનો ભય ઉદભવેલ છે. તેમજ અનેક મોટી કડ હોવાથી વાહન ચાલકો માટે જોખમી બનેલ જે બાબતે નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા  મતવિસ્તારના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ દ્રારા સંયુકત રીતે વિસ્તૃત સ્થળ નિરીક્ષણ કર હાઈવેના જવાબદારોને ઢંઢળવામાં આવેલ હતા આ મુલાકાતમાં ચોબારી, ધરમપુર અને પાચવાડા સહિતના કુલ ૫ જેટલા સંવેદનશીલ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત દરમ્યાન રોડની બાજુમાં  મોટા ખાડા પડા હોવાનું અને અનેક ઠેકાણે બાવળના ઝૂંડ ને કારણે ભયજનક સ્થિતિ સર્જાઈ હોવાનું ધ્યાને આવેલ.આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને, માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની સલામતીને સર્વેાચ્ચ પ્રાથમિકતા આપતાં, નાયબ કલેકટર અને ધારાસભ્ય દ્રારા નેશનલ હાઇવેના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરી કામગીરી પૂર્ણ કરવા આદેશો અપાયા હતા. જેમા સર્જાયેલ જોખમી રોડ વિસ્તારોનું સમયસર સમારકામ કરવા અને ભવિષ્યમાં કોઈ નાગરિક અકસ્માતનો ભોગ ન બને તે માટે જરી તમામ સુરક્ષાત્મક પગલાં તાત્કાલિક અસરે લેવા માટે સ્પષ્ટ્ર દિશા–નિર્દેશો આપવામાં આવ્યા હતા. મુલાકાત સમયે નેશનલ હાઇવે ઓથોરિટી (રાજકોટ)ના  મિહિરભાઈ ટાંક, ચોટીલા મામલતદાર તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application