બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસએ 19 વર્ષની ઉંમરે જ કામ કરવાની શરૂઆત કરી હતી. ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. એક્ટિંગ અને ડાન્સ દર વખતે ફેન્સના દિલ જીતી લે છે. જોકે મોટા પ્રમાણમાં ફેન ફોલોઈંગ હોવાની સાથે લક્ઝરી લાઈફ જીવવામાં પણ કોઈનાથી ઓછી નથી.
આ બોલિવૂડ એક્ટ્રેસનું નામ આલિયા ભટ્ટ છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત “સ્ટુડન્ટ ઓફ ધ યર”થી કરી હતી. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે જોવા મળી હતી.
આ ફિલ્મ પછી આલિયાએ પાછળ વળીને જોયું જ નથી અને એક પછી એક ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એક્ટ્રેસને તેના ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો. હવે આલિયા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસમાંની એક છે અને તે ફી પણ મોટા પ્રમાણમાં લે છે.
આલિયા ભટ્ટે વર્ષ 2023માં 3.2 કરોડ રૂપિયાની રેન્જ રોવર ખરીદી હતી. તેમની પાસે BMW 7 સિરીઝની કાર પણ છે, જેની કિંમત 1.3 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે બીજી ઘણી કાર છે, જેની કિંમત લાખોમાં છે.
આલિયા અને રણબીર પાસે પણ ઘણી મિલકતો છે. આ બંનેએ તાજેતરમાં 250 કરોડ રૂપિયાનું ઘર પણ ખરીદ્યું છે. આ કપલ ઘણીવાર આ ઘરની આસપાસ જોવા મળે છે.
એક વેબસાઇટ પ્રમાણે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 550 કરોડ રૂપિયા છે. ફિલ્મો સાથે સાથે આલિયા જાહેરાતોમાંથી પણ સારી એવી કમાણી કરે છે. તે એડ-એ-મમ્મા ચાઇલ્ડવેર બ્રાન્ડની ફાઉન્ડર પણ છે.આલિયા અને રણબીરમાંથી કોની સંપત્તિ વધારે છે? આલિયાની કુલ સંપત્તિ રણબીર કરતાં વધુ છે. રણબીર કપૂરની કુલ સંપત્તિ 345 કરોડ રૂપિયા છે અને આલિયાની 550 કરોડ રૂપિયા છે.
લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવાની વાત આવે ત્યારે પણ આલિયા કોઈને પણ પછાડી શકે છે. તે લાખોની કિંમતની બેગ અને ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
આલિયાની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 86 મિલિયનથી વધુ યુઝર્સ તેને ફોલો કરે છે. આલિયાનું નામ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ લીસ્ટમાં પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech